Home /News /national-international /

ડેનમાર્કના PM ફ્રેડરિક્સને પ્રધાનમંત્રી મોદીને પૂરી દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા

ડેનમાર્કના PM ફ્રેડરિક્સને પ્રધાનમંત્રી મોદીને પૂરી દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને પાણી, ગ્રીન ઇંધણ, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં એક સાથે કાર્ય કરવાની સહમતિ વ્યક્ત કરી

denmark pm mette frederiksen- ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન 9 થી 11 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે

  નવી દિલ્હી : ત્રણ દિવસની યાત્રા પર શનિવારે ભારત પહોંચેલા ડેનમાર્કના (Denmark) પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને (Mette Frederiksen) શનિવારે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. બેઠક દરમિયાન ‘હરિત સામરિક ગઠજોડ’ના ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દુનિયાના બાકી ભાગો માટે એક પ્રેરણા છે કારણ કે તમે 10 લાખથી વધારે ઘરોમાં સ્વચ્છ પાણી અને નવીકરણીય ઉર્જા માટે ઘણા મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. મને ગર્વ છે કે તમે યાત્રા માટે મારા નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.

  ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને પાણી, ગ્રીન ઇંધણ, સ્વાસ્થ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં એક સાથે કાર્ય કરવાની સહમતિ વ્યક્ત કરી છે. આ ખાસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કોરોના સંકટની વર્તમાન સ્થિતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક ખતમ થયા પછી બંને દેશો વચ્ચે સમજુતીનું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું.

  આ પણ વાંચો - PM કેયર્સ ફંડની મદદથી બનેલા ઓક્સિજન પ્લાન્ટની ક્રેડિટ લઇ રહ્યા છે વિપક્ષ?


  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી ભલે પ્રથમ રૂબરૂ મુલાકાત હોય પણ કોરોના મહામારી દરમિયાન ભારત અને ડેનમાર્ક વચ્ચે સંપર્ક સતત બન્યો રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે જે સ્કેલ અને સ્પીડથી આગળ વધી રહ્યા છે તેમાં ડેનમાર્કની ટેકનિક અને વિશેષજ્ઞતા પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી એક વર્ષ પહેલા આપણે વર્ચ્યુઅલ સમિટમાં ગ્રીન સ્ટૈટજિક પાર્ટનરશિપ સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ આપણા બંને દેશોની દૂરગામી વિચાર અને પર્યાવરણ પ્રતિ સન્માનનું પ્રતીક છે.

  પ્રધાનમંત્રી મોદી સાથે વાર્તા પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રેડરિક્સન સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સન 9 થી 11 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે. ભારત અને ડેનમાર્કના મજબૂત કારોબારી અને નિવેશ સંબંધો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Denmark, Mette Frederiksen, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन