Home /News /national-international /વળતર ન મળતા મ.પ્રનાં 200 ખેડૂતોએ રાષ્ટ્રપતિ પાસે મરી જવાની મંજૂરી માંગી

વળતર ન મળતા મ.પ્રનાં 200 ખેડૂતોએ રાષ્ટ્રપતિ પાસે મરી જવાની મંજૂરી માંગી

મોટાભાગે નાના ખેડૂત, મજૂરો અને બેરોજગારોને આ લોન આપવામાં આવે છે. આ લોન તે જ ખેડૂતોને મળે છે જેમની પાસે 5 એકડથી થી ઓછી જમીન છે અને લોન દ્વારા ખેતરમાં સિંચાઇ સુવિધાનો લાભ લેવા માંગે છે. વળી SBI તે જ ખેડૂતોને કે વ્યક્તિઓને આ લોન આપશે જે ઓછામાં ઓછા બે વર્ષ સુધી બેંકની લોન ચુકાવી હોય. અન્ય બેંકોના સારા દેવાદાર પણ આ ફોર્મ ભરી શકે છે. જો કે તેમની પર કોઇ બેંકની લોન બાકી ન હોવી જોઇએ.

    દેશભરમાં ખેડૂતોની અવદશા ચિંતાજનક છે. મધ્યપ્રદેશમાં 200થી વધુ ખેડૂતોએ સરકાર દ્વારા વળતર ન મળતાં રાષ્ટ્રપતિ પાસે મરી જવાની મંજુરી માંગી છે.

    મધ્યપ્રદેશનાં સાતના જિલ્લાનાં 200 ખેડૂતોએ દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પત્ર લખીને આ મંજુરી માંગી છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, સરકાર સામ-દામ-દંડની નિતી અપનાવે છે અને વળતર આપવામાં મોડુ કરે છે.

    આ ખેડૂતો રાષ્ટ્રિય કિશાન મઝદુર મહાસંઘ સાથે જોડાયેલા છે અને સતના જિલ્લાનાં દર ગામડાઓમાં રહે છે. આ ગામડાઓ ભોપાલથી 450 કિ.મી. દૂર આવેલા છે.

    વિરોધ કરનાર ખેડૂતોમાંના એક ખેડૂત સુભાષ પાંડેએ કહ્યું કે, “જબલપુર-વિદ્યાંચલ પાવર લાઇન માટે ખેડૂતોનાં ખેતરમાં કેબલ નાંખી રહ્યાં છે પણ ખેડૂતોને આ મામલે વળતર આપતા નથી. ખેડૂતોને જે નુકશાન થયું તેનું વળતર આપતા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે, કંપની કોઇ નિયમોનું પાલન કરતી નથી અને ખેડૂતોના નુકશાનનું વળતર પણ આપતી નથી.”

    ખેડૂતોએ તેમણે લખેલા પત્રમાં આરોપ કર્યો કે, કંપનીએ વળતર આપવાને બદલે ખેડૂતોને ધમકીઓ આપે છે અને કહે છે કે, તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. ખેડૂતોએ આ પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યો હતો.

    ખેડૂતોએ એમ કહ્યું કે, તેમના નેતા મોહન સ્વરૂપની પોલીસે ધરપકડ કરી હતી. કેમ કે, તેમણે ખેડૂતો માટે વળતરની માંગણી કરી હતી.

    આ ઘટના બાદ ખેડૂત સંગઠનનાં રાષ્ટ્રિય પ્રમુખ શિવકુમાર શર્માએ એક રેલી કાઢી હતી અને ત્યારબાદ સ્થાનિક તંત્રએ વળતરની ખાતરી આપી હતી.

    જો કે, ખેડૂતો કહે છે કે, તેમને વળતર હજી સુંધી મળ્યું નથી. અમે ધક્કા ખાઇને થાકી ગ્યાં.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Compensation, Madhya pradesh, ખેડૂતો, રાષ્ટ્રપતિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन