કોરોના વાયરસની સાથે દેશમાં ડેન્ગ્યુનો ડબલ અટેક, અત્યાર સુધી 100 કરતા વધુ લોકોના મોત

દેશમાં ડેન્ગ્યુને ડબલ અટેક, અત્યાર સુધી 100 કરતા વધુ લોકોના મોત

Dengue Case in India: દિલ્લીમાં અત્યાર સુધી ડેન્ગ્યુના 124 કેસ સામે આવ્યા છે જો કે અત્યાર સુધી એક પણ દર્દીનું મોત થયું નથી.

 • Share this:
  નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની ત્રીજી લહેરની શક્યતા છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ (Delta variant of the Corona) નો ખતરો પણ હજુ પૂરો થયો નથી. આ વેરિઅન્ટ, વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જે સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રહ્યું છે. ત્યારે આ સમય દરમિયાન ડેન્ગ્યુ અને વાયરલ તાવએ (dengue viral fever) ભારતના ઘણા રાજ્યોને કહેર વર્તાવી રહ્યા છે.

  સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં થઈ છે, જ્યાં ડેન્ગ્યુથી મૃત્યુઆંક 75 પર પહોંચી ગયો છે. આ સિવાય દિલ્હી, મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને અન્ય રાજ્યોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલો પર ભારણ વધી રહ્યું છે. હોસ્પિટલ (Hospital) માં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચવાના કારણે ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓ પણ ખૂબ પરેશાન છે. ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં પ્રજનન કરે છે, જ્યારે મેલેરિયાના મચ્છર ગંદા પાણીમાં પણ પ્રજનન કરે છે.

  યુપીમાં ડેન્ગ્યુનો કહેર

  ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ડેન્ગ્યુને કારણે લગભગ 100 લોકોના મોત થયા છે. ફિરોઝાબાદમાં ડેન્ગ્યુ અને વાયરલ તાવથી અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે. મથુરામાં, 17 લોકોએ આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે કાનપુરમાં, સાત દિવસની અંદર 10 લોકોના મોત થયા છે. ડેન્ગ્યુની સાથે સાથે વાયરલ ફીવર પણ તેની અસર બતાવી રહ્યો છે.

  ગોંડા જિલ્લામાં રોજ 300 કેસ

  રાજ્યના ગોંડા જિલ્લામાં દરરોજ 3000 થી વધુ દર્દીઓ શંકાસ્પદ તાવનો શિકાર બની રહ્યા છે. ગોરખપુર, મૈનપુરી સહિત અન્ય જિલ્લાઓમાં ડેન્ગ્યુની અસર ઝડપથી વધી રહી છે. દરમિયાન, કેન્દ્રએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે બે ટીમો ફિરોઝાબાદ મોકલી છે અને રાજ્ય સરકારે કેટલીક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓને કારણે આરોગ્ય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓ પણ આ સ્થિતિથી ખૂબ પરેશાન છે.

  રાજધાની દિલ્લીમાં પણ વધ્યા કેસ

  આ વર્ષે અત્યાર સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના ઓછામાં ઓછા 124 કેસ નોંધાયા છે. 6 સપ્ટેમ્બરે મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, 1 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર દરમિયાન ડેન્ગ્યુના કેસોની સંખ્યા 2018 પછી આ વર્ષે સૌથી વધુ છે. વર્ષ 2018માં આ જ સમયગાળામાં ડેન્ગ્યુના 137 કેસ નોંધાયા હતા.

  આ પણ વાંચો: COVID-19:ઇમ્યૂન રિસ્પોન્સને ચકમો આપવામાં 8 ગણો સક્ષમ છે ડેલ્ટા વેરિએન્ટ, નવી સ્ટડીમાં દાવો

  રિપોર્ટ અનુસાર આ વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન દિલ્હીમાં ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોનો 58 ટકા છે. સપ્ટેમ્બરના પ્રથમ ચાર દિવસમાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી. રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ડેન્ગ્યુનો કોઈ કેસ નોંધાયો નથી, જ્યારે ફેબ્રુઆરીમાં બે, માર્ચમાં પાંચ, એપ્રિલમાં 10, મેમાં 12, જૂનમાં સાત અને જુલાઈમાં 16 કેસ નોંધાયા હતા. જો કે આ વર્ષે અત્યાર સુધી દિલ્હીમાં ડેન્ગ્યુથી કોઈ દર્દીનું મોત થયું નથી.
  Published by:kuldipsinh barot
  First published: