Dengue in Delhi: ડેન્ગ્યુનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 9નાં મોત, દર્દીઓનો આંકડો પહોંચ્યો 2000 નજીક

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર (પ્રતિકાત્મક તસવીર)

Dengue Deaths in Delhi: એક અઠવાડિયાની અંદર ડેન્ગ્યુના નવા કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હીમાં ડેન્ગ્યુ (Dengue)અને મેલેરિયા(Malaria)ના કેસોની સતત વધતી જતી સંખ્યાને કારણે હોસ્પિટલો હવે બેડની અછત ઊભી થઈ રહી છે. સાથે જ મૃત્યુઆંક પણ સતત વધવા લાગ્યો છે. ડેન્ગ્યુને કારણે છેલ્લા અઠવાડિયામાં ત્રણ લોકોના મોત થયા (Dengue Deaths in Delhi)હોવાનું નોંધાયું છે, જેના કારણે હવે દિલ્હીમાં મૃત્યુની સંખ્યા 6થી વધીને 9 થઈ ગઈ છે. એક અઠવાડિયાની અંદર ડેન્ગ્યુના નવા કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે, જે 1,537થી વધીને 1931 થયો છે.

    એસડીએમસીએ સોમવારે માહિતી આપી હતી કે ત્રણેય દર્દીઓ માટે નોડલ એજન્સી તરીકે પાછલા અઠવાડિયામાં ડેન્ગ્યુના ત્રણ નવા મૃત્યુ થયા છે. ત્રણ વર્ષની છોકરી અને 12 વર્ષના છોકરાના મોતની રિપોર્ટ સામે આવી છે. બાળકોનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીપજ્યું હતું. આ બંને મૃત્યુ એસડીએમસી હેઠળના વિસ્તારમાં થયા છે.

    આ ઉપરાંત ત્રીજું મૃત્યુ નોર્થ એમસીડી હેઠળના રોહિણી વિસ્તારની 63 વર્ષીય મહિલાનુ થયુ છે, સારવાર દરમિયાન મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ત્યારબાદ દિલ્હીમાં ડેન્ગ્યુના કુલ કેસોની સંખ્યા 1,537થી વધીને 1,931 થઈ ગઈ છે. ડેન્ગ્યુ તેમજ મલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: વકરતા રોગચાળાથી બચવા નિષ્ણાંતોની સલાહ

    એસડીએમસી દ્વારા સોમવારે ત્રણ નિગમો માટે નોડલ એજન્સી તરીકે જાહેર કરાયેલા સાપ્તાહિક અહેવાલ મુજબ હવે મલેરિયાના કેસ 160થી વધીને 166 અને ચિકનગુનિયા 81થી વધીને 88 થઈ ગયા છે. એટલે કે ચિકનગુનિયાના 7 નવા કેસ પણ નોંધાયા છે. ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના ઝડપથી વધતા જતા કેસો પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવી રહ્યા છે. બીજી તરફ, આવનારા સમયમાં બેડની અછત વધુ મુશ્કેલીભરી સાબિત થશે.

    રિપોર્ટના આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1931 કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયે મોટી સંખ્યામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ એમસીડી તેમજ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ, દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) હેઠળ ડેન્ગ્યુના 18 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ ડેન્ગ્યુથી નવ લોકો મોત નોંધાયા છે.

    આ પણ વાંચો: ચારેય દિશામાંથી દર્શન કરી શકો તેવું ગુજરાતનું એકમાત્ર મંદિર! જાણો છોટા કાશીનો અદભૂત ઈતિહાસ

    સૌથી વધુ કેસ SDMCના ચાર ઝોનમાં નોંધાયા
    રિપોર્ટ અનુસાર ત્રણ શહેર નિગમ નોર્થ, ઇસ્ટ અને સાઉથ એમસીડી હેઠળના 12 ઝોનમાંથી છે, છેલ્લા ચાર અઠવાડિયાથી એસડીએમસીના ચાર ઝોનમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. જોકે ગયા અઠવાડિયે માત્ર એનડીએમસીના છ ઝોનમાંથી 394 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ ઈસ્ટ એમસીડીના બે ઝોનમાં 144 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલમાં 10, રેલવે/એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળ 5 અને નવી દિલ્હી નગરપાલીકા પર દિલ્હી કેન્ટોનમેન્ટ એરિયામાં 3 કેસ નોંધાયા છે. ત્યાં જ 211 કેસોને ટ્રેસ નથી કરી શકાયા.

    આ દરમિયાન કોરોનાવાયરસના નિયંત્રણ બાદ ડેન્ગ્યુના કેસોની વધતી સંખ્યાને કારણે દિલ્હી સરકારે કોરોના દર્દીઓની હોસ્પિટલોમાં સૌથી પહેલા એક નીચલા બેડમાં ડેન્ગ્યુના દર્દીઓની સારવાર કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ દિલ્હી સરકારે ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે મહામારીના રોગ અધિનિયમ હેઠળ વેક્ટર જન્ય રોગો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાને સૂચિત રોગો જાહેર કર્યા હતા. આ અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

    એમસીડીએના નિગમ હોસ્પિટલોમાં ખોલ્યા ડેન્ગ્યુ વોર્ડ
    પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમસીડીએ તેની નીચે અનેક હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દર્દીઓ માટે વોર્ડ સ્થાપ્યા છે. સ્વામી દયાનંદ હોસ્પિટલમાં પૂર્વ એમસીડી દ્વારા દર્દીઓની સારવાર માટે સમર્પિત વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. બીજી તરફ એસડીએમસીએ તેની તિલક નગર કોલોની હોસ્પિટલમાં 15 બેડ આઇસીયુ સુવિધાથી સજ્જ ડેન્ગ્યુ વોર્ડ પણ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં અહીં 63 દર્દીઓની સારવાર પણ કરવામાં આવી છે. ઉત્તર એમસીડીની હિન્દુ રાવ હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની પણ સારવાર કરવામાં આવી રહી છે.
    Published by:Riya Upadhay
    First published: