Dengue fever: કોરોના વચ્ચે ખતરનાક થયો ડેન્ગ્યુ, દર્દીને આપી શકે છે શોક સિન્ડ્રોમ
આ વખતે ડેન્ગ્યુથી સંક્રમિત દર્દીઓમાં સૌથી ખતરનાક ડેન ટુ સ્ટ્રેઇન (DEN 2 strain) જોવા મળે છે. (AP)
Dengue fever: નિષ્ણાતો મુજબ, ડેન્ગ્યુનો ડેન ટૂ સ્ટ્રેન (DEN 2 Strain) સૌથી વધારે ખતરનાક હોય છે. આ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીને મગજનો તાવ (Dengue Hemorrhagic Fever) કે પછી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)નો ખતરો રહે છે. આ સ્ટ્રેનના દર્દીઓની હાલત ઘણી ખતરનાક હોય છે, જેમાં તાવ, ઉલ્ટી, સાંધાના દુખાવા, અલ્ટર્ડ સેન્સેરિયમ જેવી સમસ્યાઓ થાય છે. આ વખતે કોરોના સંક્રમણ વચ્ચે ડેન્ગ્યુના જે દર્દી સામે આવ્યા છે, તેમાં ડેન ટૂ સ્ટ્રેનના દર્દી પણ જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હી. કોરોના (Corona)ના કેસ ભલે રાહત આપી રહ્યા હોય, પરંતુ ડેન્ગ્યુ (Dengue)નો ખતરો સતત વધી રહ્યો છે. આ વખતે એવા કેટલાય કેસિસ સામે આવ્યા છે, જેમાં દર્દી ડેન્ગ્યુના ડેન ટૂ સ્ટ્રેન (DEN 2 Strain)થી સંક્રમિત થયા છે. કહી દઈએ કે, ડેન્ગ્યુનો આ સ્ટ્રેન સૌથી વધુ ખતરનાક હોય છે. આ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીને મગજનો તાવ (Dengue Hemorrhagic Fever) કે પછી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome) પણ થઈ શકે છે. આ સ્ટ્રેનના દર્દીઓની હાલત અત્યંત નાજુક હોય છે. નિષ્ણાતો મુજબ ડેન ટૂ સ્ટ્રેન ઘણો ખતરનાક હોય છે, જેમાં તાવ, ઉલ્ટી, સાંધાનો દુઃખાવો, અલ્ટર્ડ સેન્સેરિયમ જેવી સમમ્યાઓ થાય છે.
નિષ્ણાતો મુજબ, ડેન ટૂ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીમાં મગજનો તાવ અને શોક સિન્ડ્રોમ થઈ શકે છે. તેના લક્ષણ ઓળખવા સહેલા છે. આ પ્રકારના સ્ટ્રેનમાં દર્દીની ચામડી ઉપર લાલ ચાંઠા અને દાણા ઝડપથી દેખાવા લાગે છે અને દર્દીની નાડી ધીમી પડી જાય છે. સંક્રમણના કારણે નર્વસ સિસ્ટમ ખરાબ થઈ જાય અને દર્દી સદમાની હાલતમાં પહોંચી જાય છે. આ વખતે કોરોના સંક્રમણ વચ્ચે ડેન્ગ્યુના જે દર્દી સામે આવ્યા છે, તેમાં ડેન ટૂ સ્ટ્રેના દર્દી પણ જોવા મળી રહ્યા છે. મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. સુનીલા ગર્ગ જણાવે છે કે ડેન્ગ્યુના ડેન 1, ડેન 2, ડેન 3 અને ડેન 4, આમ ચાર સ્ટેજ હોય છે. આ બધામાં સ્ટ્રેનમાં સૌથી વધુ ખતરનાક ડેન 2ને માનવામાં આવે છે કેમ કે તેમાં હેમરેજિક ફીવર થાય છે, પ્લેટલેટ્સ પણ ઝડપથી ઘટે છે.
આ સ્ટ્રેનથી સંક્રમિત દર્દીને ડિહાઇડ્રેશન થવા લાગે છે અને અમુક ભાગોમાં બ્લિડિંગ પણ થાય છે. જો સમયસર દર્દીનો ઈલાજ કરવામાં ન આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. આ શોક સિન્ડ્રોમનું પણ એક કારણ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈને ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે અને તેને રિકવર થઈ ગયો છે, તો તેને બીજી વારનું ડેન્ગ્યુનું જોખમ પહેલા કરતા વધારે હોય છે. નિષ્ણાતો મુજબ, ડેન્ગ્યુના ચાર સ્ટ્રેન હોય છે માટે તેનું જોખમ પણ અલગ અલગ હોય છે. કોઈ પણ માણસને ચાર વખત ડેન્ગ્યુ થઈ શકે છે. જે સ્ટ્રેનથી તે સંક્રમિત થાય, તે સ્ટ્રેનનો ડેન્ગ્યુ તેને બીજી વાર નહીં થાય, કેમ કે, શરીરમાં તે સ્ટ્રેનની એન્ટીબોડીઝ બની ગઈ હશે.
દિલ્હીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીની વધતી સંખ્યાને જોઈને હોસ્પિટલોમાં કોવિડ બેડને ડેન્ગ્યુ દર્દી માટે રાખવામાં આવી છે. મોટાભાગની હોસ્પિટલમાં કોવિડ દર્દી માટે રિઝર્વ 30 ટકા બેડને ઓછા કરીને 10 ટકા કરી દેવામાં આવે છે. તેનો ઉપયોગ હવે ડેન્ગ્યુના દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે.
ડેન્ગ્યુમાંથી સ્વસ્થ થયા પછી શું કરવું
- બેલેન્સ ડાયટ સાથે લીંબુ પાણી અને ઓઆરએસ ભેળવીને થોડા દિવસો સુધી પીતા રહો.