Sri Lanka Crisis : શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન ચાલુ, 54 લોકોની ધરપકડ, 600 વકીલો તેમને બચાવવા પહોંચ્યા
Sri Lanka Crisis : શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન ચાલુ, 54 લોકોની ધરપકડ, 600 વકીલો તેમને બચાવવા પહોંચ્યા
શ્રીલંકામાં જનતા ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવી છે.
Sri Lanka Protest: શ્રીલંકામાં લોકો છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હતો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં 5 પત્રકારો અને ઘણા વિરોધીઓ ઘાયલ થયા છે. અહીંથી પોલીસે 54 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.
શ્રીલંકામાં (Sri Lanka Crisis) આ સમયે પરિસ્થિતિ ખૂબ જ તંગ છે. દેશ આર્થિક, રાજકીય અને સામાજિક રીતે સંપૂર્ણપણે અસ્થિર બની ગયો છે. આગળ શું થશે તેની કોઈને ખબર નથી. આવી સ્થિતિમાં જનતા ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવી છે. લોકોમાં હવે ઈમરજન્સી (Sri Lanka Emergency) અને કર્ફ્યુનો કોઈ ડર નથી. વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા 54 લોકોને બચાવવા માટે 600 વકીલો કોર્ટમાં પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં કોર્ટે 48 લોકોને મુક્ત કરવા પડ્યા હતા. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ વિપક્ષને સ્થિતિને સાચવવા મદદ કરવા અપીલ કરી છે. જો કે વિપક્ષોએ વિરોધ પ્રદર્શન રોકવાનો ઈન્કાર કર્યો છે.
શ્રીલંકામાં લોકો છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હતો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં 5 પત્રકારો અને ઘણા વિરોધીઓ ઘાયલ થયા છે. અહીંથી પોલીસે 54 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. જોકે બાદમાં 48ને છોડી દેવા પડ્યા હતા.
શ્રીલંકાના વિપક્ષે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના સરકારમાં જોડાવાના આમંત્રણને નકારી કાઢ્યું હતું. વિપક્ષે દેશમાં ખોરાક, ઈંધણ અને દવાઓની બગડતી અછતને લઈને તેમના રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજપક્ષે સંપૂર્ણ કેબિનેટની નિમણૂક ન થાય ત્યાં સુધી સંસદની કાયદેસરતા અને સ્થિરતા જાળવવા માટે ચાર પ્રધાનોની નિમણૂક કરે છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી લોકો નારાજ
સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે યુવાનોમાં ગુસ્સો વધી રહ્યો છે. સરકાર જેટલી કડક થઈ રહી છે તેટલો જ લોકોમાં રોષ વધી રહ્યો છે. #GoHomeGota હેશટેગ ટ્રેન્ડમાં છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવા છતાં, લોકો ઓનલાઈન થઈ રહ્યા છે અને અલગ અલગ રીતે બોલી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા સૌથી ખતરનાક મંદીનો સામનો કરી રહ્યું છે. જેના કારણે દેશભરમાં લોકો ખોરાક, ઈંધણ અને અન્ય આવશ્યક ચીજોની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર