કૃષિ કાયદાનો વિરોધઃ ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરને કર્યું આગને હવાલે, જુઓ VIDEO

ખેડૂત વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેક્ટરમાં આગચંપીના મામલામાં દિલ્હી પોલીસે પાંચ લોકોની કરી અટકાયત

ખેડૂત વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેક્ટરમાં આગચંપીના મામલામાં દિલ્હી પોલીસે પાંચ લોકોની કરી અટકાયત

 • Share this:
  નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Agricultural Bill)ને લઈને કેન્દ્ર સરકારની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન (Farmer Protest) વધુ વ્યાપક બનતા જઈ રહ્યા છે. હવે ખેડૂતોનું આંદોલન ગામ અને શહેરોથી આગળ વધી દેશની રાજધાની દિલ્હી સુધી પહોંચી ગયું છે. સોમવાર સવારે ખેડૂતોએ ઈન્ડિયા ગેટ (India Gate)ની પાસે કૃષિ બિલ સામે જોરદાર વિરોધ દર્શાવ્યો. આ દરમિયાન એક ટ્રેક્ટરને આગને હવાલે કરી દીધું. જોકે પોલીસ (Delhi Police)એ અધિકૃત જાણકારી નથી આપી પરંતુ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

  મળતી જાણકારી મુજબ, દિલ્હીના જનપથ માનસિંહ રોડ પર એક ટ્રેક્ટરમાં આગ લગાવી દેવામાં આવી હતી. બીજી તરફ આગની જાણ થતાં ફાયર ડિપાર્ટમેન્ટની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી. અધિકારીઓેઅ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈએ જાણી જોઈને ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી છે.

  આ પણ જુઓ, રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ

  લગભગ 15થી 20 લોકો એકત્ર થયા હોવાની સૂચના

  મળતી જાણકારી મુજબ, પંજાબ યૂથ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ભગત સિહની જયંતી પર કૃષિ બિલની વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનમાં ખેડૂત પણ સામેલ હતા. બીજી તરફ ડીસીપી નવી દિલ્હીનું કહેવું છે કે લગભગ 15થી 20 લોકો ઈન્ડિયા ગેટની પાસે એકત્ર થયા હતા. આ દરમિયાન લોકોએ પ્રદર્શન કર્યું એન એક ટ્રેક્ટરમાં આગ લગાવી દીધી. તેઓએ વધુમાં જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લીધો છે અને ટ્રેક્ટરને પણ ઘટનાસ્થળેથી હટાવી લેવામાં આવ્યું છે. સાથોસાથ તેમાં સામેલ વ્યક્તિઓની ઓળખ પણ કરવામાં આવી રહી છે.

  5 લોકોની અટકાયત કરાઈ

  ઈન્ડિયા ગેટ પાસે વિરોધ પ્રદર્શન અને ટ્રેક્ટરને આગને હવાલે કરવાની ઘટનામાં પોલીસે પંજાબના પાંચ લોકોની અટકાયત કરી છે. તેમની સામે કાયદાકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  આ પણ જુઓ, IPL 2020: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય

  રાજકારણ ગરમાયું

  ટ્રેક્ટરને આગ લગાડવાની ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પણ પડી રહ્યા છે અને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Union Minister Dharmendra Pradhan)એ કહ્યું કે, દિલ્હીમાં આજે કૉંગ્રેસે પોતાનો સાચો રંગ દર્શાવી દીધો છે. ખેડૂતોના નામે કેટલાક અસામાજિક તત્વો અંધાધૂંધી ફેલાવવા માંગે છે. આ પ્રકારની ઘટના દુખદ છે જે ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ઘટનાની ટીકા કરવા માટે શબ્દો પણ ખૂટી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: