Home /News /national-international /

પ્રિયંકા બાદ હવે જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શનીને કોંગ્રેસમાં લાવવાની માંગ!

પ્રિયંકા બાદ હવે જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શનીને કોંગ્રેસમાં લાવવાની માંગ!

પુત્ર સાથે પ્રિયદર્શની રાજે સિંધિયા

મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્નસિંહ તોમરે માંગણી કરી છે કે જેવી રીતે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે, એવી જ રીતે મધ્ય પ્રદેશમાં પ્રિયદર્શની રાજેને જવાબદારી સોંપવામાં આવે.

  શરદ શ્રીવાસ્તવ: કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શની રાજે સિંધિયા સક્રિય રાજકારણમાં આવ્યા નથી, પરંતુ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ હવે મધ્ય પ્રદેશમાં પ્રિયદર્શનીને લાવવાની માંગણી વધી ગઈ છે. મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્નસિંહ તોમરે માંગણી કરી છે કે જેવી રીતે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે, એવી જ રીતે મધ્ય પ્રદેશમાં પ્રિયદર્શની રાજેને જવાબદારી સોંપવામાં આવે. તેમણે કહ્યું કે જો આવું થશે તો કોંગ્રેસને ચૂંટણીમાં ખૂબ ફાયદો થશે.

  આ પહેલા ગુના-શિવપુરી લોકસભા મતક્ષેત્રમાંથી પ્રિયદર્શનીને ચૂંટણી લડાવવાની માંગણી થઈ ચુકી છે. ગુના-શિવપુરીમાંથી હાલ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાંસદ છે. ગુનામાં સોમવારે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગી માટે એક બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શનીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

  આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી વિશે આપત્તિજનક ટિપ્પણી કરનારની ખેર નથી, સોમવારે આખા દેશમાં FIR નોંધાશે

  એટલું જ નહીં બેઠકમાં એક પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો હતો કે, જેમાં ગુના બેઠક પરથી પ્રિયદર્શનીને ઉમેદવારો બનાવવાની માંગણી કરવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભા પ્રભારી રાજેન્દ્ર ભારતી હાજર હતા.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિરાદિત્ય આ વખતે ગ્વાલિયરથી ચૂંટણી લડવા માંગે છે. કદાચ આ જ કારણે કોંગ્રેસના નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે તેમની બેઠક પરથી તેમના પત્ની પ્રિયદર્શની ચૂંટણી મેદાનમાં ઉતરે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે સિંધિયા પરિવાર તરફથી કોઈ જ અધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Jyotiraditya Scindia, Madhya pradesh, Priyadarshini, Priyanka gandhi, ઉત્તરપ્રદેશ, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन