Home /News /national-international /AIQ Quota: મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો જલ્દી ઉકેલો- PM મોદીએ આપ્યા નિર્દેશ

AIQ Quota: મેડિકલ કોલેજોમાં OBC-EWS અનામતનો મુદ્દો જલ્દી ઉકેલો- PM મોદીએ આપ્યા નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

OBC Reservation in Medical Education: વડાપ્રધાન મોદીએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી

નવી દિલ્હી. ઓલ ઈન્ડિયા કોટો ઓફ મેડિકલ એજ્યુકેશન (All India quota of medical education)માં ઓબીસી (OBC) વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવાર સાંજે એક સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને પણ તાત્કાલિક રીતે અનામત (Medical Reservation)ના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan), પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) સહિત અનેક વિભાગોના સહિત ઉપસ્થિત હતા.

હાલમાં અનામતની શું છે વ્યવસ્થા?

રાજ્ય સંચાલિત મેડિકલ કોલેજોમાં યૂજીમાં 15 ટકા અને પીજીમાં 50 ટકા સીટો ઓલ ઈન્ડિયા કોટા હેઠળ આવે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મળે છે, પરંતુ અન્ય પછાત વર્ગને અનામત (Reservation)ની જોગવાઈ નથી. અહેવાલ છે કે સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઈચ્છા વ્યક્ત કરી કે મેડિકલ એજ્યુકેશન (Medical Education)માં ઓબીસી અનામતનો મુદ્દો સંબંધિત મંત્રાલયો તરફથી કોર્ટની બહાર પ્રાથમિકતા સાથે ઉકેલી લેવો જોઈએ.

આ પણ વાંચો, JEE Advance 2021: જેઇઇ એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરે, શિક્ષણ મંત્રીએ જાહેર કરી તારીખ

PM મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અનામત લાગુ કરવાની વાત કહી છે. વડાપ્રધાને મંત્રાલયના અધિકારીઓ સાથે અલગ-અલગ રાજ્યોમાં મેડિકલ એજ્યુકેશનને લઈને EWS અનામતની હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે. PMએ સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તેઓ તમામ રાજ્યોથી જાણકારી પ્રાપ્ત કરો કે ત્યાં EWS વર્ગના અનામતની યોજનાની શું સ્થિતિ છે.

આ પણ વાંચો, ખુશખબર! ટૂંક સમયમાં સસ્તી થશે દાળ, સરકારે લીધો આ મોટો નિર્ણય

" isDesktop="true" id="1118426" >

પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગોના અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને સંગઠનોએ સોમવારે કેન્દ્ર સરકારથી આગ્રહ કર્યો કે આ વખતે વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડા પણ એકત્ર કરવામાં આવે જેથી વિવિધ ક્ષેત્રોમાં પણ તમામ પાત્ર સમુદાયોને અનામતનો યોગ્ય લાભ મળી શકે. આ વ્યક્તિઓ અને સંગઠનોએ સોશિયલ રેવલ્યૂશન અલાયન્સ (SRA)ના બેનર હેઠળ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઓબીસી માટે અનામત સુનિશ્ચિત કરવું જોઈએ.
First published:

Tags: AIQ Quota, EWS, Medical College, Medical Seats, OBC, અનામત, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર મોદી, મનસુખ માંડવીયા