કોરોનાથી મરનારના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની માંગ, SCનો આદેશ - 10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર

કોરોનાથી મરનારના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની માંગ, SCનો આદેશ - 10 દિવસમાં નિર્ણય કરે કેન્દ્ર
પ્રતિકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રએ આજે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોનાથી મરનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાની માંગ પર સહાનુભૂતિ પૂર્વક વિચાર ચાલી રહ્યો છે. જલ્દી નિર્ણય કરવામાં આવશે. કેન્દ્રએ મૃત્ય પ્રમાણપત્રમાં મોતનું સાચું કારણ નોંધવાની માંગ ઉપર પણ જવાબ માટે સમય આપવાની વિનંતી કરી છે. કોર્ટે સરકારેને જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપતા 21 જૂને આગામી સુનાવણીની કરી છે.

    આ મામલા પર જસ્ટિસ અશોક ભૂષણ અને એમઆર શાહની બેન્ચે કેન્દ્ર સરકારને 24 મે ના રોજ નોટિસ જાહેર કરી હતી. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સરકાર આ અરજીની વિરુદ્ધ નથી. મામલાને પૂરી સહાનુભૂતિ સાથે જોવામાં આવી રહ્યો છે. જેના પર જજોએ કહ્યું હતું કે બિહાર જેવા કેટલાક રાજ્યોએ પોતાની તરફથી 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જોકે અધિકતર રાજ્યોએ પોતાની નીતિ નક્કી કરી નથી.



    સોલિસિટર જનરલે કોર્ટ પાસે માંગ્યો 2 સપ્તાહનો સમય

    જેના પર સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે કેન્દ્રીય સ્તર પર ઘણી જલ્દી નીતિ નક્કી કરી લેવામાં આવશે. કોરોનાના પ્રબંધન સાથે જોડાયેલ બીજા મામલામાં વ્યસ્તતાના કારણે આમાં થોડોક સમય લાગી ગયો. સોલિસિટર જનરલે કોર્ટ પાસે 2 સપ્તાહનો સમય માંગ્યો છે. કોર્ટે 10 દિવસ મામલાની સુનાવણી માટે લગાવવાનો નિર્દેશ આપ્યો છે.

    આ પણ વાંચો - વેકસીનેશનને વેગ આપવા અમદાવાદની આ ખાનગી શાળાઓ ફી માં પાંચ ટકાની રાહત આપશે

    અરજીકર્તા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ બી ઉપાધ્યાયે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યનું સાચું કારણ ન હોવાના કારણે સહાય મેળવવામાં પરેશાનીની દલીલ કરી હતી. કેન્દ્રના વકીલે તેમને આશ્વત કર્યા તે આ પહેલુને પણ જોવામાં આવી રહ્યા છે. તેનું પણ સમાધાન નીકળી જશે.

    શું છે આખો કેસ?

    સુપ્રીમ કોર્ટમાં બે વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની ધારા 12માં આપદામાં મરનાર લોકો માટે સરકારી સહાયની જોગવાઇ છે. ગત વર્ષે કેન્દ્રએ બધા રાજ્યોને કોરોનાથી મરનાર લોકોને 4 લાખ રૂપિયા સહાય આપવા માટે કહ્યું હતું. આ વર્ષે આવું કરવામાં આવ્યું નથી. અરજીકર્તાએ એ પણ કહ્યું કે હોસ્પિટલથી મૃતકોના સીધા અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ પણ થયા ન હતા અને ડેથ સર્ટિફિકેટમાં પણ એવું લખવામાં આવતું નથી કે મોતનું કારણ કોરોના છે. આવામાં જો સહાયની યોજના શરૂ થાય તો પણ લોકો તેનો લાભ લઇ શકશે નહીં.
    Published by:Ashish Goyal
    First published:June 11, 2021, 17:48 pm

    ટૉપ ન્યૂઝ