ભારત જ નહીં, આખી દુનિયા માટે ચિંતાનું કારણ બન્યો ડેલ્ટા વેરિઅન્ટ, જાણો કયા કયા દેશમાં ફેલાયો

પ્રતીકાત્મક તસવીર.

ડેલ્ટા વેરિઅન્ટ ગત વર્ષના અંતમાં ભારતમાં મળ્યો હતો. દેશમાં કોરોનાની બીજી ભયાનક લહેર (Covid-19 second wave) માટે પણ આ ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) જવાબદાર હતો. હવે યુનાઇટેડ કિંગડમ (UK)માં અચાનક કેસ વધવા પાછળ પણ આ જ વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારત (India coronavirus)માં આશરે બે મહિના સુધી હાહાકાર મચાવનાર કોવિડ-19નો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) હવે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ છે. આ વાયરસ ગત વર્ષના અંતમાં ભારતમાં મળ્યો હતો. દેશમાં કોરોનાની બીજી ભયાનક લહેર માટે પણ આ ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતો. હવે યુનાઇટેડ કિંગડમ (UK)માં અચાનક કેસ વધવા પાછળ પણ આ જ વેરિઅન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

    યૂરોપીયન સેન્ટર ફૉર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ECDC) તરફથી કહેવામાં આવ્યું છે કે, નવો ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ સંક્રામક છે. અમારો અંદાજ છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં યુરોપમાં 90 ટકા કેસ આ વેરિઅન્ટ સંબંધિત હશે. એજન્સીનો અંદાજ છે કે ડેલ્ટા વેરિઅન્ટ તેના પહેલાના આલ્ફા વેરિઅન્ટથી 40-60 ગણો વધારે ઝડપથી ચેપ લગાડે છે.

    મેડિકલ સિસ્ટમ પર ફરીથી ભાર વધી શકે

    એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે કોરોનાના વધી રહેલા કેસની સાથે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી શકે છે. ફરી એક વખત સ્વાસ્થ્ય વ્યવસ્થા પર બોઝ આવી શકે છે. સાથે જ આ વેરિઅન્ટના પ્રભાવને કારણે મોતનો આંકડો પણ વધી શકે છે.

    આ પણ વાંચો: Delta Plus variant : રાજ્યમાં કોરોનાના ડેલ્ટા+ વેરિએન્ટના બે કેસ નોંધાયા, વડોદરા-સુરતમાં એન્ટ્રી, દેશમાં 48 કેસ

    બ્રિટનમાં નવા કેસમાં 96% કેસ ડેલ્ટા વેરિઅન્ટના

    ગત અઠવાડિયે બ્રિટનમાં કોરોનાના નવા કેસની સંખ્યા 35 હજારથી વધારે રહી હતી. રાજ્યોમાં લાંબા સમય પછી અનલૉકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે ફરીથી કેસ વધતા લોકો આઘાતમાં છે. રસીકરણની ઝડપ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ કેસમાં 96 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે.

    જર્મની, રશિયાની હાલત પણ ખરાબ

    આ ઉપરાંત જર્મનીમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે કોરોનાના કેસની સંખ્યા બેગણી થઈ ગઈ છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે ડેલ્ટા વેરિઅન્ટની સંક્રામકતાને જોઈને યૂરોપને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. રશિયા પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે પરેશાન છે. ગુરુવારે રશિયામાં 20 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા, જે જાન્યુઆરી પછી સૌથી મોટો આંકડો છે.

    આ પણ વાંચો: અમદાવાદના 'લિકર કિંગ'ની કહાની: 500 રૂપિયામાં દારૂના અડ્ડે કામ કરતો દેવેન્દ્ર કેવી રીતે બની ગયો કુખ્યાત બૂટલેગર

    ઑસ્ટ્રેલિયા અને ઇઝરાયેલમાં પ્રભાવ

    ફક્ત યૂરોપીય દેશો જ નહીં પરંતુ ઇઝરાયેલ અને ઑસ્ટ્રેલિયામાં પણ ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસ વધી રહ્યા છે. આ દેશોએ કોરોના પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો. પરંતુ હવે આ દેશોમાં ફરીથી પ્રતિબંધો શરૂ થઈ ગયા છે. સિડનીમાં ફરીથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. ઇઝરાયેલમાં માસ્કને લઈને નિયમમાં ફેરફાર કરાયો છે.

    વેક્સીન અસરકારણ હોવાનો દાવો

    જોકે, રાહતના સમાચાર એ છે કે અત્યારસુધી થયેલા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે કોરોના વેક્સીન ડેલ્ટા વેરિઅન્ટ પર અસરકારક છે. ઇંગ્લેન્ડ તરફથી પ્રકાશિત આંકડા પ્રમાણે ફાઇઝર/બાયોએનટેક અને એસ્ટ્રાજેનેકાની રસી ડેલ્ટા વેરિઅન્ટ પર આલ્ફા જેટલી જ પ્રભાવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: