જાતીય સતામણીનો મામલો: પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ

પહેલા પણ પચૌરી સાથે કામ કરી ચુકેલી બે મહિલાઓ તેમના વિરુદ્ધ આવો આરોપ લગાવી ચુકી છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 6:05 PM IST
જાતીય સતામણીનો મામલો: પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ
આરકે પચૌરી (ફાઈલ ફોટો)
News18 Gujarati
Updated: September 14, 2018, 6:05 PM IST
દિલ્હીની સાકેત કોર્ટે પ્રસિદ્ધ પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલા પર અગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.

સાકેટ કોર્ટે પર્યાવરણવિદ આરકે પચૌરી વિરુદ્ધ આઈપીસીની કલમ 354 (મહિલાનું શીલ ભંગ કરવું), 354(એ) (જાતીય સતામણી), 509 (મહિલાને અપશબ્દ બોલવા), 354બી(મહિલા પર બળ પ્રયોગ), 354(ડી) (સ્ટોકિંગ), 341 (રોંગફૂલ રેસ્ટ્રેન) હેઠળ ચાર્જ લગાવવાનો આદેશ આપ્યો છે.

જોકે, કોર્ટે પચૌરીને કેટલીક કલમોમાંથી મુક્ત કરી દીધા છે અને કહ્યું કે કોર્ટ 20 ઓક્ટોબરે ઔપચારિક રીતે આરોપ નક્કી કરશે.

આરકે પચૌરીે કોર્ટના આદેશ પર કઈ પણ બોલવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, તે હાલના સમયમાં દેશમાં નથી. જ્યારે આ મામલે ફરિયાદ કરનારી મહિલાએ કોર્ટના આદેશનું સ્વાગત કરી સંતુષ્ટી પ્રકટ કરી હતી.

કોર્ટના આદેશ પર ફરિયાદીએ કહ્યું કે, હું ખુશીનો અહેસાસ કરુ છું. આ સચ્ચાઈ તરફ મોટુ પગલું છે. આ સરળ ન હતું. આના માટે મારે ઘણો લાંબો સમય રાહ જોવી પડી છે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં એક અન્ય કોર્ટે પચૌરીના એ નિવેદનને ફગાવી દીધા હતા, જેમાં તેમણે મીડિયા પર કોર્ટની કાર્યવાહી સિવાય કઈ પણ અન્ય કવર કરવા પર રોક લગાવવાની માંગ કરી હતી. એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ પર એક મહિલા અને વકિલ દ્વારા તેમના પર ટિપ્પણી બાદ પચૌરીએ કોર્ટમાં આ નિવેદન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ધ એનવાયમેન્ટ એન્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યુટના પૂર્વ પ્રમુખ આરકે પચૌરી વિરુદ્ધ એક યૂરોપિયન મહિલાએ ખુદને તેમની સચિવ જણાવીને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. પહેલા પણ પચૌરી સાથે કામ કરી ચુકેલી બે મહિલાઓ તેમના વિરુદ્ધ આવો આરોપ લગાવી ચુકી છે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...