પ્રદિપ ધનખડ, ઝજ્જર. હરિયાણા (Haryana)ના ઝજ્જર જિલ્લા (Jhajjar)માં એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ગામ દુજાનામાં હોળીની રજાઓ પર ઘરે આવેલા દિલ્હીના એક ગેસ્ટ ટીચર (Guest Teacher)ની ઘાતકી હત્યા (Murder) કરી દેવામાં આવી. હત્યાની આ ઘટનાને 3 બુકાનીધારી યુવકોએ અંજામ આપ્યો. બાઇક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી બદમાશોએ ગેસ્ટ ટીચર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેનું મોત થઈ ગયું.
નોંધનીય છે કે, હોળીના તહેવાર પર ગામ આવેલો દિલ્હીનો આ ગેસ્ટ ટીચર એક ચીકન શોપ પર બેઠો હતો. આ દરમિયાન બદમાશોએ તેની પર હુમલો કરી દીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતકના શબને કબજામાં લઈને મોર્ચરીમાં મોકલી આપી તપાસ શરુ કરી દીધી. મૃતક યુવકની ઓળખ અનિલ તરીકે થઈ છે.
અનિલ સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કરતો હતો નોકરી
મૃતક યુવક નજફગઢની એક સરકારી સ્કૂલમાં ગેસ્ટ ટીચર તરીકે કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. હોળી પર પોતાના પરિવારને મળવા ગામે આવ્યો હતો. રવિવારે જ્યારે તે ગામની નજીક જ હાઈવે પર એક ચિકન શોપમાં બેઠો હતો ત્યારે એક બાઇક પર સવાર થઇને ત્રણ બદમાશ આવ્યા. તેઓએ અનિલ પર ફાયર કરવાનું શરૂ કરી દીધું. એક ગોળી અનિલના હાથ પર વાગી. ત્યારબાદ તે ખતરાને પારખી જતાં ત્યાંથી ભાગવા લાગ્યો. હુમલાખોર પણ તેની પાછળ-પાછળ ગયા અને તેઓએ થોડાક જ અંતર પર અનિલ પર અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું.
મળતી માહિતી મુજબ, અનિલના પરિવારનો નજીકના એક ગામના કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો . પોલીસને આ મામલામાં અનિલના પિતા વિજયની તરફથી ફરિયાદ મળી છે કે તેમની પર સંજય નામના યુવકે પોતાના પરિવારની સાથે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલામાં સંજયની ધરપકડ નથી થઈ. બીજી તરફ રવિવારે જ્યારે તે દવા લેવા માટે ઘટનાસ્થળની થોડેક દૂર આવ્યા તો તેમને ગોળીનો અવાજ સંભળાયો. ઘટનાસ્થળે તેમણે સંજયને ઓળખી લીધો હતો. તેમને પૂરી આશંકા છે કે સંજયે જ અન્ય લોકોની સાથે મળી દીકરાની હત્યા કરી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર