Big News: ભારતમાં કોરોના વાયરસથી બીજુ મોત, દિલ્હીમાં 68 વર્ષિય વૃદ્ધા ભોગ બન્યા

News18 Gujarati
Updated: March 14, 2020, 7:12 AM IST
Big News: ભારતમાં કોરોના વાયરસથી બીજુ મોત, દિલ્હીમાં 68 વર્ષિય વૃદ્ધા ભોગ બન્યા
દિલ્હીમાં એક 68 વર્ષિય વૃદ્ધાનું કોરોના વાયરસના કારણે મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

દિલ્હીમાં એક 68 વર્ષિય વૃદ્ધાનું કોરોના વાયરસના કારણે મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

  • Share this:
પુરા વિશ્વને કોરોના વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધો છે. દરેક દેશમાં કોરોના વાયરસની થોડી ગણી અસર જોવા મળી રહી છે. ત્યારે ભારતમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં એક 68 વર્ષિય વૃદ્ધાનું કોરોના વાયરસના કારણે મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

કોરોનાનો કહેર હવે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં એક 76 વર્ષિય વૃદ્ધના મોત બાદ દિલ્હીમાં પણ એક મહિલાએ શુક્રવારે દમ તોડી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મહિલાની ઉંમર 68 વર્ષ હતી અને તે કોરોના વાયરસની ચપેટમાં હતા. મહિલા દિલ્હીના જનકપુરી વિસ્તારની રહેવાસી હતી.

તમને જણાવી દઈએ કે, મોટા ભાગના રાજ્યોએ કોરોના વાયરસને પહોંચી વળવા માટે યુદ્ધ સ્તરે પ્રયાસ શરૂ કર્યા છે. ભારતમાં મોટાભાગના રાજ્યોએ સ્કૂલો, સિનેમા ઘર, મહાવિદ્યાલયોને બંધ કરવાનો અને તથા આઈપીએલ સહિત સાર્વજનિક કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્યણ લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના 81 મામલાની પુષ્ટી કરી છે.

કોરોના વાયરસથી 5000થી વધારે લોકોના જીવ ગયા, 1,34,300થી વધારે લોકો પોઝેટિવ
ચીનમાં લગભગ ત્રણ મહિના પહેલા દસ્તક દીધા બાદ હવે વૈશ્વિક મહામારીનું રૂપ ધારણ કરનાર કોરોના વાયરસ (coronavirus) અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોનો જીવ લઈ ચુક્યો છે. અને દુનિયાભરમાં 1,34,300થી વધારે લોકો કોરોના વાયરસથી પોઝેટિવ છે, જે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

કોરોના વાયરસ ધીમે ધીમે વધવાના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સ્કૂલ, કોલેજ, કાર્યાલય, સ્ટેડિયમ બંધ થઈ રહ્યા છે. નાણાકીય સ્થિતિ પર અસર ઉભી થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, દુનિયાભરની સરકાર અને સ્વાસ્થ્ય એજન્સિઓ કોરોના વાયરસ માટે સંભવ તમામ તૈયારીઓ કરી રહી છે. સાથે જનતાને પણ આ મામલે જાગરૂપ કરવામાં આવી રહી છે. ભારતમાં કોરોના વાયરસની સંખ્યા વધીને 81 પર પહોંચી ગઈ છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાે કહ્યું કે રાજધાનીમાં કોઈ આઈપીએલ મેચ નહી રમવામાં આવે.

 
First published: March 13, 2020, 10:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading