Home /News /national-international /દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

ઘટના સ્થળની તસવીર

શાયના જેલમાંથી છૂટ્યા બાદ વસીમના બદલાયેલા તેવર જોયા. આ વચ્ચે શાયનાને વસીમ અને રિહાનાના પ્રેમ અંગે જાણ થઈ હતી.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના (delhi) હજરત નિજામુદ્દીન વિસ્તારમાં સવારે અચાનક ગોળીઓના અવાજથી (firing) વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ વિસ્તારમાં સમાચાર આગની માફક ફેલાઈ ગયા હતા. યુવકે શાયના નામની મહિલાને ગોળીઓથી વીંધી નાંખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી તો જોયું કે શાયનાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યં હતું. જ્યારે તેના નોકરની ગાયલ અવસ્થામાં હોસ્પિટલ (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો.

શાયનાના મોતના સમાચાર ફેલાતા લોકોને વિશ્વાસ ન આવ્યો. શાયનાની દહેશત આખા વિસ્તારમાં હતી. તેની હત્યા તેના ચોથા પતિ વસીમે કરી હતી. જ્યારે હાજર શહાદતની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળે લગાવેલા સીસીટીવીથી જોવા મળ્યું કે વસીમની પાસે બે પિસ્તોલ હતી અને તે ધડાધડ શાયના ઉપર ગોળીઓ વરસાવી રહ્યો હતો. આ વચ્ચે સાયનાનો નોકર જ્યારે શાયનાને બચાવવા વચ્ચે પડ્યો તો વસીમે તેને પણ ગોળી મારી દીધી હતી. અહીં પ્રશ્ન એ થાય છે કે શાયના કોણ છે અને શાયનાનો ચોથા પતિએ તેને ગોળીઓ કેમ મારી? ડ્રગ્સની દુનિયામાં શાયનાનો કેટલો દબદબો હતો.

શાયનાના ચોથા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે 29 વર્ષીય શાયનાના અત્યાર સુધી 4 લગ્નો કર્યા હતા. આ પહેલા પહેલા અને બીજા પતિ તેને છોડીને બાંગ્લાદેશ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ શાયનાએ ત્રીજા લગ્ન દિલ્હીના નશાના વેપારના કિંગ માનનારા શાફત શેખ સાથે કર્યા હતા. જે દિલ્હી-એનસીઆરમાં ડ્રગ લોર્ડના નામથી ઓળખતો હતો. શરાફત શેખના ગુનાહિત ઇતિહાસમાં એનએસએ, એનડીપીએસ જેવા 30 જેટલા કેદ હતા.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

શરાફત શેખનો ડ્રગ્સની દુનિયામાં ખુબ જ વધારે દબદબો હતો. તેનો ખૌફ આ વિસ્તારમાં એટલો હતો કે પોલીસે પણ રેડ પાડવામાં ખચકાતી હતી. વધતી ઉમરની સાથે શરાફત શેખને એક તેજતર્રાર સાથીની જરૂરત હતી. જેના કારણે તેણે શાયના સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા સમય બાદ દિલ્હી પોલીસે શરાફતને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

શાયનાએ એક વર્ષ પહેલા જ વસીમ સાથે કર્યા હતા લગ્ન
શરાફત શેખને જેલમાં ગયા બાદ શાયનાએ એક વર્ષ પહેલા જ વસીમ નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નના થોડો સમય જ થયો હતો કે દિલ્હી પોલીસે શાયનાને ડ્રગ્સની તસ્કરીનો મામલામાં જેલ ભેગી કરી દીધી હતી. ડ્રગ્સની તસ્કરી મામલે શરાફત શેખ અને તેની પત્ની શાયના બંને તિહાડ જેલમાં બંધ હતા.

શાયના જેલમાંથી હતી ત્યારે ચોથા પતિ વસીમનું દિલ તેની બહેન રેહાના ઉપર આવી ગયું હતું. રેહાના અને વસીમ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. શાયનાની ગેર હાજરીમાં બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. હજી વધારે સમય પસાર થયો ન હતો ત્યારે સાયનાને 8 મહિનાની ગર્ભવતી હોવાન કારણે 24 એપ્રિલે જેલમાંથી પેરોલ મળતા બહાર આવી હતી.જેલમાંથી છૂટીને વસીમના બદલાયા તેવર જોયા
શાયના જેલમાંથી છૂટ્યા બાદ વસીમના બદલાયેલા તેવર જોયા. જેલમાંથી છૂટ્યા બાદ વસીમે શાયના સાથે સારી રીતે મુલાકાત પણ ન કરી. આ વચ્ચે શાયનાને વસીમ અને રિહાનાના પ્રેમ અંગે જાણ થઈ હતી. જેના પહેલ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ચોથા પતિ વસીમે શાયનાને ગોળીઓથી છલ્લી કરીને હત્યા કરી નાંખી હતી.
First published:

Tags: દિલ્હી, હત્યા