અંધશ્રદ્ધા! લિવ ઈન પાર્ટનરના ખાવામાં લોહી મિલાવી આપતી હતી

News18 Gujarati
Updated: June 30, 2019, 4:21 PM IST
અંધશ્રદ્ધા! લિવ ઈન પાર્ટનરના ખાવામાં લોહી મિલાવી આપતી હતી
પ્રતિકાત્મક તસવીર

ખાવામાં લોહી મિલાવીને આપતી હતી. તેને વિશ્વાસ હતો કે, આવુ કરવાથી તેનો પ્રેમી તેના વશમાં રહેશે

  • Share this:
દેશની રાજધાની દિલ્હીમાં તંત્ર-મંત્રનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક મહિલા કથિત રીતે પોતાના લિવ ઈન પાર્ટનરને તંત્ર-મંત્ર દ્વારા વશમાં કરવા માટે ખાવામાં લોહી મિલાવીને આપતી હતી. તેને વિશ્વાસ હતો કે, આવુ કરવાથી તેનો પ્રેમી તેના વશમાં રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તે વશીકરણ માટે જાત-જાતના ટોટકા કરતી હતી. યુવકના ખભા પરથી વાળ પણ લઈ રાખી લેતી હતી અને તેના પર કેટલીક પ્રકારની તાંત્રીક ક્રિયા કરતી હતી. આ ટોટકાથી તંગ આવીને યુવકે પોતાની પાર્ટનર પર હુમલો કરી દીધો, ત્યારબાદ ઘાયલ મહિલાની હાલત ગંભીર બની છે.

પોલીસે યુવકને પોતાની પાર્ટનર પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ અરૂણ તરીકે થઈ રહી છે.

બંને પહેલાથી પરણિત છે
મહિલા અને તેનો પાર્ટનર બંને બિહારના રહેવાસી છે, અને પહેલાથી પરણિત છે. આરોપી સંબંધમાં મહિલાનો દીયર લાગે છે. બંને 3 વર્ષ પહેલા એક બીજાની નજીક આવ્યા અને અઢી વર્ષ પહેલા બિહારથી દિલ્હી આવી ગયા હતા. તો મહિલા વિશે જણાવવામાં આવે છે કે, તે આઝાદપુરના કોઈ તાંત્રીકના સંપર્કમાં આવી પોતાના લિવ-ઈન પાર્ટનર સાથે આવુ કરતી હતી.
First published: June 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...