Home /News /national-international /Weather Update: શીતલહેરમાં ઠુંઠવાયું દિલ્હી, 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Weather Update: શીતલહેરમાં ઠુંઠવાયું દિલ્હી, 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય, ઠંડી અને ધુમ્મસથી લોકો ઠુંઠવાયા.

Cold Wave in Delhi: સોમવારે રાજધાની દિલ્હીcex (Delhi Weather) 10 વર્ષમાં સિઝનની સૌથી લાંબી અને સૌથી ખરાબ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે સતત પાંચમા દિવસે દિલ્હીમાં શીતલહેરની સ્થિતિ નોંધાઈ છે. જો કે, દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસ (Fog in Delhi)ની તીવ્રતામાં મંગળવાર રાત સુધીમાં ઘટવાની શક્યતા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં (National Capital Delhi) ઠંડીએ કહેર મચાવી દીધો છે. દિલ્હી-એનસીઆર સતત ખરાબ હવામાનની ઝપેટમાં છે. દિલ્હીમાં સોમવારે સતત પાંચમા દિવસે કોલ્ડ વેવની (Cold Wave in Delhi) સ્થિતિ નોંધવામાં આવી હતી. શહેરને પણ સિઝનની સૌથી ખરાબ ઠંડીનો સામનો કરવો પડ્યો છે, જે 10 વર્ષમાં સૌથી લાંબી છે. ઉપરાંત, રવિવાર સાંજથી શરૂ કરીને 20 કલાકથી વધુ સમય સુધી વિઝિબિલિટી નબળી રહી.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, હવામાન વિભાગે આગાહી કરી છે કે બુધવાર સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે. જો કે, મંગળવાર રાત સુધીમાં તેની તીવ્રતા અને પ્રસારમાં ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગે કહ્યું છે કે નવા વર્ષના આગમન બાદ શરૂ થયેલી હાડકાની ઠંડીનો સમયગાળો પણ મંગળવારની રાત સુધીમાં સમાપ્ત થઈ શકે છે. વર્ષ 2013 થી, સૌથી નીચા તાપમાનનો સૌથી લાંબો સમયગાળો આ વખતે દિલ્હીમાં સતત પાંચ શીત લહેરના દિવસોમાં નોંધવામાં આવ્યો છે.

    ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારે રાત્રે 8.30 વાગ્યાથી ધુમ્મસ શહેરને આવરી લેવાનું શરૂ કર્યું. તે રાત્રે 1 વાગ્યાથી તીવ્ર બન્યો હતો અને સવારે 11.40 સુધી રહ્યો હતો. આ પછી, સાંજે 4.30 વાગ્યા સુધી થોડો સુધારો થયો હતો, ત્યારબાદ વિઝિબિલિટી વધીને 1000 મીટર થઈ ગઈ હતી. જો કે, ધુમ્મસ ટૂંક સમયમાં પાછું આવ્યું અને સાંજે 5.30 વાગ્યા સુધીમાં દૃશ્યતા ઘટીને 600 મીટર થઈ ગઈ.

    સવારે પાલમ અને સફદરજંગ બંને જગ્યાએ વિઝિબિલિટી 25 મીટરથી નીચે રહી હતી. અગાઉ 27 ડિસેમ્બરે શહેરમાં 18 કલાક ધુમ્મસ છવાયું હતું. જો કે વિઝિબિલિટીમાં સુધારો થયો હતો, પરંતુ થોડા કલાકોની રાહત બાદ ફરીથી વિઝિબિલિટી બગડી હતી. જેના કારણે 200થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી અને દિલ્હી જતી પાંચ ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. ગાઢ ધુમ્મસના કારણે 70થી વધુ ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.

    IMD અનુસાર દિલ્હીમાં મંગળવાર સુધી કોલ્ડવેવ ચાલુ રહી શકે છે. જોકે બુધવારે રાહતની આશા છે. આયાનગર શહેરમાં સૌથી ઓછું 3.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દરમિયાન, મહત્તમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી ઓછું હતું. બીજી તરફ જાફરપુરમાં દિવસભર ઠંડીની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Cold Wave, Delhi News, Delhi Weather, Weather forecast today

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन