દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત, સીલમપુરમાં સ્થિતિ સુધરી

News18 Gujarati
Updated: February 26, 2020, 9:57 AM IST
દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત, સીલમપુરમાં સ્થિતિ સુધરી
દિલ્હી હિંસક તોફાનોમાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થયા છે.

'કેજરીવાલ બહાર આઓ, હમસે બાત કરો'ના નારા લગાવનારા સ્ટુડન્ટ્સ પર પોલીસે ચલાવ્યો પાણીનો મારો

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પૂર્વ દિલ્હી (North East Delhi)માં છેલ્લા બે દિવસમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ભડકેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોનાં મોત થયા છે, જ્યારે 56 પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા છે. વિવિધ હૉસ્પિટલો સાથે જોડાયેલા સૂત્રો મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે ઘાયલોની સ્થિતિ ગંભીર બનેલી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અલગ-અલગ હૉસ્પિટલોમાં 120થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન ભજનપુર અને ખુરેજી ખાસ વિસ્તારમાં મંગળવારે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. પોલીસ મુજબ, સીલમપુરમાં સ્થિતિ હવે સુધરતી હોય તેવું લાગી રહ્યું છે. અહીં બુધવાર પરોઢે 4.30 વાગ્યા બાદથી હિંસાની કોઈ ઘટના સામે નથી આવી. બીજી તરફ પોલીસે બાબરપુર, જાફરાબાદ અને ગોકુલપુરીમાં વાહન-વ્યવહાર બંધ કરી દીધો છે.

બીજી તરફ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર હિંસાના દોષિતોની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને વહેલી તકે શાં‍તિ સ્થાપવાની માંગ કરી રહેલા લોકોને પોલીસે હટાવી દીધા છે. પોલીસે સ્ટુડન્ટ્સ પર પાણીનો મારો ચલાવ્યો. મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ મુખ્યમંત્રી આવાસની બહાર 'કેજરીવાલ બહાર આઓ, હમસે બાત કરો' ના નારા લગાવી રહ્યા હતા.

આ ઉપરાંત, દિલ્હીમાં તણાવની વચ્ચે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) મંગળવાર મોડી રાત્રે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. તેઓએ ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસા પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પોલીસ કમિશ્નર, સંયુક્ત સીપી, ડીસીપી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી. ડોભાલ રાત્રે લગભગ 11 વાગ્યે સીલમપુર ડીસીપી ઓફિસ પહોંચ્યા અને 12.30 વાગ્યા બાદ લગભગ 8 કિલોમીટરની સફર કરીને તણાવગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.

દિલ્હીમાં સીએએને લઈને કેટલાક વિસ્તારમાં થયેલી હિંસા પછી પ્રભાવિક વિસ્તારમાં અર્ધસૈનિક બળોની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ, ક્રાઇમ બ્રાન્ચની પણ તૈનાતી કરવામાં આવી છે.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : કર્ફ્યૂની વચ્ચે NSA ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, CP સાથે મીટિંગ કરી

Published by: Mrunal Bhojak
First published: February 26, 2020, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading