દિલ્હી હિંસામાં 27 લોકોના મોત, CM કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

News18 Gujarati
Updated: February 26, 2020, 11:33 PM IST
દિલ્હી હિંસામાં 27 લોકોના મોત, CM કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
CM કેજરીવાલે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું કે દિલ્હી સરકાર શહીદ રતન લાલના પરિવારને 1 કરોડ રુપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપશે

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર પૂર્વી દિલ્હી (North East Delhi)માં હિંસા અને ઉપદ્રવ (Delhi Violence)માં મરનારની સંખ્યા વધીને 27 સુધી પહોંચી ગઈ છે. હિંસામાં 56 પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુરુ તેગ બહાદુર અસ્પતાલ (જીટીબી) હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક સુનીલ કુમારે કહ્યું હતું કે સારવાર દરમિયાન વધુ ત્રણ લોકાના મોત થયા છે.

ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની બેઠક થઈ હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક પણ હાજર હતા. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ઉત્તર-પર્વીના હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો - હિંસા પ્રભાવિતોની મુલાકાત સમયે NSA ડોભાલે કહ્યું - અહીં ફરી શાંતિ થશે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જાહેરાત કરતા કહ્યું છે કે દિલ્હી સરકાર શહીદ રતન લાલના પરિવારને 1 કરોડ રુપિયા અને પરિવારના એક સભ્યને નોકરી આપશે. દિલ્હીના લોકો હિંસા ઇચ્છતા નથી. આ કેટલાક અસામાજિક, રાજનીતિક અને બહારી તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. દિલ્હીમાં હિન્દુ અને મુસલમાન ક્યારેય લડવા માંગતા નથી.

દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કહ્યું છે કે હિંસા મામલામાં અત્યાર સુધી 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 18 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અમે ઉત્તર પૂર્વી જિલ્લા માટે બે નંબર 22829334 અને 22829335 ઉપલબ્ધ કરાવીએ છીએ. જેમાં અમે લોકોને અપીલ કરવા માંગીએ છીએ તે જો તમારે કોઈ સહાયની જરુર હોય કે તમારી પાસે કોઈ જાણકારી હોય તો તમે બતાવી શકો છો.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर