Home /News /national-international /

Delhi Violence : જાફરાબાદમાં ગોળી ચલાવનાર આરોપી શાહરુખ હજુ ફરાર, પરિવાર પણ લાપતા

Delhi Violence : જાફરાબાદમાં ગોળી ચલાવનાર આરોપી શાહરુખ હજુ ફરાર, પરિવાર પણ લાપતા

જાફરાબાદમાં ગોળી ચલાવનાર આરોપી શાહરુખ.

Delhi Violence : સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ સેલની ટીમો શાહરૂખની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહરુખ આખા પરિવાર સાથે ગુમ થઈ ગયો છે.

    નવી દિલ્હી : દિલ્હી (Delhi)ના ઉત્તર પૂર્વ વિસ્તાર જાફરાબાદ (Jafrabad)માં થયેલા હિંસામાં પોલીસ સામે જાહેરમાં પિસ્ટલ તાકનાર અને આઠ રાઉન્ડ ફાયરિંગ કરનાર આરોપી શાહરુખની હજુ સુધી ધરપકડ થઈ શકી નથી. હિંસા દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી શાહરુખની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ ગુરુવારે પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ સેલીની ટીમો શાહરુખને શોધી રહી છે. પોલીસના દાવા પ્રમાણે શાહરુખ પોતાના આખા પરિવાર સાથે ગુમ થઈ ગયો છે.

    દિલ્હીના જાફરાબાદમાં ફાયરિંગ કરનારો શાહરુખનો પરિવાર ન્યૂ ઉસ્માનપુરા વિસ્તારના અરવિંદ નગરમાં રહે છે. તેના પરિવારમાં માતા-પિતા ઉપરાંત ભાઈ છે. પોલીસે જણાવ્યું કે જાફરાબાદની ઘટનાને અંજામ આપ્યા બાદ શાહરુખ આખા પરિવાર સાથે ગુમ થઈ ગયો છે.

    પાડોશીઓએ જણાવ્યું કે શાહરુખ અનેક વર્ષોથી અહીં પરિવાર સાથે રહે છે. કોઈને પણ એ વાતની જાણકારી ન હતી કે શાહરુખ ઉપર પહેલા પણ કેસ દાખલ છે. પોલીસ શાહરુખને શોધવા માટે દિલ્હી એનસીઆર સહિત અનેક ઠેકાણે દરોડાં પાડી રહી છે.

    જુમાની નમાઝને પગલે પોલીસ એલર્ટ

    રાજધાની દિલ્હીને ઉત્તર પૂર્વ વિસ્તારમાં ભડકેલી હિંસા બાદ દિલ્હીની હાલત સમાન્ય લાગી રહી છે. જોકે, પોલીસ માટે અનેક પડકારો છે. દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ આજે પ્રથમ જુમાની નમાઝ છે. જુમાની નમાઝને પગલે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પોલીસે મોડી રાત સુધી હિંસાગ્રસ્ત વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી.

    નોંધનીય છે કે દિલ્હીમાં ગત દિવસોમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 38 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Delhi violence, New Delhi, Violence

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन