હિંસા પ્રભાવિતોની મુલાકાત સમયે NSA ડોભાલે કહ્યું - અહીં ફરી શાંતિ થશે

News18 Gujarati
Updated: February 26, 2020, 8:23 PM IST
હિંસા પ્રભાવિતોની મુલાકાત સમયે NSA ડોભાલે કહ્યું - અહીં ફરી શાંતિ થશે
NSA અજીત ડોભાલે પ્રભાવિત મૌજપુર વિસ્તારમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું

ડોભાલે કહ્યું - અમે અહીં ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના આદેશ પર આવ્યા છીએ

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી પોલીસ ઉત્તર-પૂર્વી દિલ્હી (North-East Delhi)ના હિંસાગ્રસ્ત (Delhi Violence)વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. જેના કારણે બુધવારે હિંસામાં ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસોની સરખામણીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે (Ajit Doval)પ્રભાવિત મૌજપુર વિસ્તારમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ડોભાલ અધિકારીઓને શાંતિ વ્યવસ્થા બહાલ કરવા માટે જરુરી નિર્દેશ આપતા જોવા મળ્યા હતા.

અજીત ડોભાલે વિસ્તારમાં ફરીને લોકો સાથે વાતચીત કરી હતી અને સ્થિતિ જલ્દી સામાન્ય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે બધા લોકોને પોત-પોતાના ઘરોમાં જવાની સલાહ આપતા કહ્યું છે કે બધાએ પ્રેમથી રહેવું જોઈએ. છેલ્લા બે દિવસ દરમિયાન જે પણ બન્યું છે તે ઘણું દુખદ હતું. લોકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે આવું આગળ ફરી ના થાય. એનએસએ ડોભાલે કહ્યું હતું કે અમને પબ્લિક પર પુરો વિશ્વાસ છે. અહીં પોલીસ તૈનાત છે. લોકોની સલામતી માટે કાનૂન વ્યવસ્થા છે.

આ પણ વાંચો - દિલ્હી હાઇકોર્ટે પોલીસને કહ્યું - વીડિયો જોઈને કપિલ મિશ્રા પર FIR નોંધવાનો નિર્ણય લો

ડોભાલે કહ્યું હતું કે અમે અહીં ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના આદેશ પર આવ્યા છીએ. ઇશાંઅલ્લાહ! અહીં અમન થશે. મારો સંદેશો લોકોને એ જ છે કે દરેક પોતાના દેશ, સમાજ અને પાડોશીને પ્રેમ કરે છે. દરેકે એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારાથી રહેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વી દિલ્હીના વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાનૂન(CAA)ના વિરોધ અને સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન જબરજસ્ત હિંસા થઈ હતી. બે જુથોના લોકોએ એકબીજા પર હુમલો કર્યો હતો. હિંસામાં અત્યાર સુધી 22 લોકોના મોત થયા છે. મૃતકોમાં દિલ્હી પોલીસના એક હેડ કોન્સ્ટેબલ અને આઈબીના એક અધિકારી પણ સામેલ છે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading