દિલ્હી હિંસા : કર્ફ્યૂની વચ્ચે NSA અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, CP સાથે મીટિંગ કરી

News18 Gujarati
Updated: February 26, 2020, 7:52 AM IST
દિલ્હી હિંસા : કર્ફ્યૂની વચ્ચે NSA અજીત ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, CP સાથે મીટિંગ કરી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (ફાઇલ ફોટો)

NSA અજીત ડોભાલ મોડી રાત્રે દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા, 24 કલાકની અંદર અમિત શાહની ત્રીજી બેઠક

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ દિલ્હી (North East Delhi)માં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈ ભડકેલી હિંસામાં અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 13 લોકોનાં મોત થયા છે. તણાવની વચ્ચે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Doval) મંગળવાર મોડી રાત્રે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. તેઓએ ગાડીમાં બેસીને સીલમપુર, ભજનપુરા, મૌજપુર, યમુના વિહાર જેવા હિંસા પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ પોલીસ કમિશ્નર, સંયુક્ત સીપી, ડીસીપી સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી.

ડોભાલ રાત્રે લગભગ 11 વાગ્યે સીલમપુર ડીસીપી ઓફિસ પહોંચ્યા અને 12.30 વાગ્યા બાદ લગભગ 8 કિલોમીટરની સફર કરીને તણાવગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.

24 કલાકની અંદર અમિત શાહે કરી ત્રીજી બેઠક

નોંધનીય છે કે, સ્થિતિને જોતાં ગૃહ મંત્રાલયે પ્રભાવિત વિસ્તારોમાં દિલ્હી પોલીસની સાથોસાથ સીમા સશસ્ત્ર દળ (SSB) અને ભારત તિબેટ સીમા પોલીસ (ITBP)ના જવાનોને પણ તૈનાત કર્યા છે. રેપિડ એક્શન ફોર્સના પણ જવાનો ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ છેલ્લા 24 કલાકની અંદર ત્રીજી મોટી બેઠક કરી છે. આ બેઠકમાં નવનિયુક્ત દિલ્હી પોલીસના સ્પેશલ કમિશ્નર (લૉ એન્ડ ઑર્ડર) એસએન શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત હતા. આ બેઠક લગભગ 3 કલાક ચાલી.

મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ બહાર પ્રદર્શન

જવાહરલાલ નહેરુ સ્ટુડન્ટ યૂનિયન ના સ્ટુડન્ટ્સ અને સિવિસ રાઇટ્સના ગ્રુપના લોકો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના નિવાસ્થાનની બહાર ધરણા પર બેઠા છે. તેમની માંગ છે કે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બેઠક બોલાવવામાં આવે. દિલ્હી તોફોનોમાં જે લોકો સામેલ છે તેમની સામે એક્શન લેવામાં આવે અને શાંતિ સ્થાપવામાં આવે તેવી તેમની માંગ છે.

આ પણ વાંચો, BJP નેતાના અફેરની પોલ પત્નીએ જ ખોલી, આવી રીતે રંગે હાથ ઝડપાયા
First published: February 26, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading