દિલ્હીમાં 13ના મોત: ઉપદ્રવિયો વિરુદ્ધ સખત એક્શન શરૂ, દેખતા જ ગોળી મારવાનો અપાયો આદેશ

News18 Gujarati
Updated: February 25, 2020, 10:39 PM IST
દિલ્હીમાં 13ના મોત: ઉપદ્રવિયો વિરુદ્ધ સખત એક્શન શરૂ, દેખતા જ ગોળી મારવાનો અપાયો આદેશ
અત્યાર સુધીમાં 13 લોકોના મોત

નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ને લઈને ચાલી રહેલી બબાલ વચ્ચે હિંસા પ્રભાવિત ચાર વિસ્તાર મૌજપુર, જાફરાબાદ, ચાંદબાગ અને કરાવલનગરમાં કલમ 144 લગાવી દીધી

  • Share this:
દેશની રાજધાની દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં હિંસા કરી રહેલા ઉપદ્રવિયો વિરુદ્ધ સખત એક્શન શરૂ થઈ ગયું છે. ઉપદ્રવિયો પર અંકુશ લગાવવા માટે સુરક્ષાદલોને આદેશ આપવામાં આવ્યો કે, હિંસા ફેલાવવાની કોશિસ કરી રહેલ કોઈ પણ વ્યક્તિ દેખાય તો, તેને ગોળી મારી દેવામાં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર ઉપદ્રવ પ્રભાવિત વિસ્તારમાં ભારે સંખ્યામાં સુરક્ષાદળનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ત્યારબાદ જાફરાબાદ વિસ્તારમાંથી પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારમાં માર્ચ શરૂ કરી રસ્તા પરથી ઉપદ્રવિયોને ખદેડી દીધા છે.

ઉત્તર પૂર્વી દિલ્હી (North East Delhi)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ને લઈને ચાલી રહેલી બબાલ વચ્ચે હિંસા પ્રભાવિત ચાર વિસ્તાર મૌજપુર, જાફરાબાદ, ચાંદબાગ અને કરાવલનગરમાં કલમ 144 લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 13 લોકોનો મોત થયા છે. આ હિંસક પ્રદર્શનમાં 56 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. 130 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. હિંસામાં જીવ ગુમાવનાર દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે.

દિલ્હીમાં હિંસાના કારણે ગૃહમંત્રી અમિત શાહે પોતાનો તિરુવનંતપુરમ જવાનો કાર્યક્રમ રદ કરી દીધો. તે બુધવારે ત્યાં જવાના હતા. ગૃહ મંત્રાલયે આઈપીએસ એસએન શ્રીવાસ્તવને તત્કાલિક પ્રભાવથી દિલ્હી પોલીસમાં સ્પેશ્યલ કમિશ્નર (લો એન્ડ ઓર્ડર)ના રુપમાં નિયુક્તિ કરી દીધી છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું છે કે હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વી દિલ્હીની બધી સરકારી અને ખાનગી સ્કૂલ બુધવારે પણ બંધ રહેશે. દિલ્હી પોલીસના પીઆરઓએ જણાવ્યું છે કે દિલ્હીમાં ક્યાંય કર્ફ્યું લાગ્યો નથી. કેટલાક મીડિયા હાઉસ ખોટી ખબર ચલાવી રહ્યા છે.

દિલ્હીમાં સીએએને લઈને કેટલાક વિસ્તારમાં થયેલી હિંસા પછી પ્રભાવિક વિસ્તારમાં અર્ધસૈનિક બળોની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ, ક્રાઇમ બ્રાન્ચની પણ તૈનાતી કરવામાં આવી છે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading