દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 13 લોકોના મોત, પ્રભાવિત વિસ્તારમાં CBSEએ પરીક્ષા સ્થગિત કરી

દિલ્હી હિંસા : અત્યાર સુધીમાં 13 લોકોના મોત, પ્રભાવિત વિસ્તારમાં CBSEએ પરીક્ષા સ્થગિત કરી
દિલ્હી હિંસા

હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વી દિલ્હીની બધી સરકારી અને ખાનગી સ્કૂલ બુધવારે પણ બંધ રહેશે

 • Share this:
  દિલ્હી : ઉત્તર પૂર્વી દિલ્હી (North East Delhi)માં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ને લઈને ચાલી રહેલી બબાલ વચ્ચે હિંસા પ્રભાવિત ચાર વિસ્તાર મૌજપુર, જાફરાબાદ, ચાંદબાગ અને કરાવલનગરમાં કલમ 144 લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 13 લોકોનો મોત થયા છે. આ હિંસક પ્રદર્શનમાં 56 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. 130 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા છે. હિંસામાં જીવ ગુમાવનાર દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે.

  દિલ્હીમાં હિંસાના કારણે ગૃહમંત્રી અમિત શાહે પોતાનો તિરુવનંતપુરમ જવાનો કાર્યક્રમ રદ કરી દીધો. તે બુધવારે ત્યાં જવાના હતા. ગૃહ મંત્રાલયે આઈપીએસ એસએન શ્રીવાસ્તવને તત્કાલિક પ્રભાવથી દિલ્હી પોલીસમાં સ્પેશ્યલ કમિશ્નર (લો એન્ડ ઓર્ડર)ના રુપમાં નિયુક્તિ કરી દીધી છે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જણાવ્યું છે કે હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વી દિલ્હીની બધી સરકારી અને ખાનગી સ્કૂલ બુધવારે પણ બંધ રહેશે. દિલ્હી પોલીસના પીઆરઓએ જણાવ્યું છે કે દિલ્હીમાં ક્યાંય કર્ફ્યું લાગ્યો નથી. કેટલાક મીડિયા હાઉસ ખોટી ખબર ચલાવી રહ્યા છે.  આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - CAA પર કશું ના કહી શકું, આ ભારતનો આંતરિક મામલો

  આ પહેલા ઉત્તર-પૂર્વી દિલ્હી હિંસામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડિપ્ટી સીએમ મનિષ સિસોદીયા સાથે અન્ય આપ નેતા જીટીબી હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં કેજરીવાલે ઇજાગ્રસ્તની મુલાકાત કરી તેમની સ્થિતિ જાણી હતી.

  હિંસા મામલે પ્રેસ કોન્ફરન્સ કરતા દિલ્હી પોલીસના ડીસીપી એમએસ રંધાવાએ કહ્યું હતું કે નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આ મામલે 11 એફઆઈઆર નોંધવામાં આવી છે અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. રંધાવાએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે અફવાઓ ઉપર ધ્યાન ના આપો.

  દિલ્હીમાં સીએએને લઈને કેટલાક વિસ્તારમાં થયેલી હિંસા પછી પ્રભાવિક વિસ્તારમાં અર્ધસૈનિક બળોની 13 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ, ક્રાઇમ બ્રાન્ચની પણ તૈનાતી કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:February 25, 2020, 21:31 pm