દિલ્હી હિંસામાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂઅ બરેલીથી ઝડપાયો

News18 Gujarati
Updated: March 3, 2020, 1:14 PM IST
દિલ્હી હિંસામાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂઅ બરેલીથી ઝડપાયો
હિંસા રોકવા ગયેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર શાહરૂખે પિસ્તોલ તાકી દીધી હતી

હિંસા રોકવા ગયેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા પર શાહરૂખે પિસ્તોલ તાકી દીધી હતી

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ની વિરુદ્ધ દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં હિંસક પ્રદર્શન થયા. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ પર ફાયરિંગ કરનારો લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સની ઓળખ કરવામાં આવી હતી જેનું નામ શાહરૂખ હોવાનું બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયેલા શાહરૂખની મંગળવારે ધરપકડ કરી લીધી છે.

આરોપી યુવક શાહરૂખની જાણકારી મળ્યા બાદથી જ પોલીસ અને સ્પેશલ સેલની 10 ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. એવા અહેવાલો સામે આવ્યા હતા કે ફાયરિંગ કરનારો યુવક શાહરૂખ ઉત્તર પ્રદેશમાં છુપાયેલો છે. નોંધનીય છે કે અત્યાર સુધી દિલ્હી હિંસામાં 40થી વધુ લોકોના મોત થવાના અહેવાલ છે.

સૂત્રોનું માનીએ તો દિલ્હીના મૌજપુર વિસ્તારમાં ફાયરિંગ કરનારો આરોપી યુવક શાહરૂખ, ફાયરિંગ કર્યા બાદ પાણીપત પહોંચ્યો. ત્યારબાદ તે કૈરાના, અમરોહા જેવા પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહ્યો. તલાશમાં લાગેલી સ્પેશલ સેલને શાહરૂખની કૉલ ડિટેલની જાણકારી મળી છે કે આરોપી હવે ઉત્તર પ્રદેશના બરેલીમાં છુપાયો છે. પોલીસનું માનીએ તો આરોપી યુવક હવે ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

તોફાનોમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનું થયું હતું મોત

ગોકુલપુરીમાં બે સમૂહોની વચ્ચે ઘર્ષણ દરમિયાન દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલનું મોત થયું હતું. રતન લાલ રાજસ્થાનના સીકરના રહેવાસી હતા. તેઓ વર્ષ 1998માં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. રતન લાલ એસીપી/ગોકુલપુરીના કાર્યાલયમાં તૈનાત હતા. અહીં તેઓ પોતાની પત્ની અને 3 બાળકોની સાથે રહેતા હતા.

જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં પ્રદર્શનકર્તાઓએ બે ઘરોને આગ લગાવી હતી

આ પહેલા, ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં પ્રદર્શનકર્તાઓએ ઓછામાં ઓછા બે ઘરોને આગ લગાવી દીધી, જેનાથી તણાવ વધી ગયો હતો. પ્રદર્શનકર્તાઓએ એક-બીજા પર પથ્થરમારો કર્યો. પોલીસે પ્રદર્શનકર્તાઓને વિખેરવા માટે ટિયર ગેસ છોડ્યા. પોલીસે સમૂહોને શાંત કરવાના પણ પ્રયાસ કર્યા. અધિકારીઓ મુજબ પ્રદર્શનકર્તાઓએ વિસ્તારમાં લાગેલી આગ બુઝાવતી વખતે ફાયર બ્રિગેડની ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'
First published: March 3, 2020, 9:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading