દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITની રચના, AAPના કાઉન્સિલર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ

News18 Gujarati
Updated: February 27, 2020, 8:08 PM IST
દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITની રચના, AAPના કાઉન્સિલર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ
દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITની રચના

દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈનની ખજુરી ખાસમાં આવેલી ફેક્ટરીને સીલ કરી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી હિંસાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટીંગ ટીમ (SIT) કરશે. આ માટે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત બે એસઆઈટી ગઠન કરી છે. SITની એક ટીમના મુખિયા ડીસીપી જોય તિર્કી હશે. જ્યારે બીજી ટીમના હેડ ડીસીપી રાજેશ દેવ હશે. બંને SIT ટીમમાં ચાર-ચાર એસીપી હશે. એટલે કે કુલ આઠ એસીપી. આ સિવાય ત્રણ-ત્રણ ઇન્સપેક્ટર, ચાર-ચાર સબ ઇન્સપેક્ટર અને બાકી પોલીસકર્મી રહેશે. આ SIT એડિશનલ સીપી, ક્રાઇમ બીકે સિંહની આગેવાનીમાં કામ કરશે.

બંનને તાત્કાલિક પ્રભાવથી નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસા અને ઉપદ્રવ સાથે જોડાયેલ મામલાની તપાસની જવાબદારી સંભાળી લીધી છે. આ પછી હવે દિલ્હી હિંસા સાથે જોડાયેલી બધી એફઆઈઆરની કોપી SITને સોપી દેવામાં આવી છે.

આ પણ વાંચો - દિલ્હી હિંસા : CM કેજરીવાલની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રુપિયાની સહાય

દિલ્હી પોલીસે હિંસા અને ઉપદ્રવ મામલામાં અત્યાર સુધી 48 એફઆઈઆર નોંધી છે. સાથે 20 બીજી FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાના મતે તેમને એક હજાર સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્રભાવિત વિસ્તારમાં સ્થિતિ કંટ્રોલમાં છે. સ્થિતિ હવે સામાન્ય છે.

બીજી તરફ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર તાહિર હુસૈનની (Tahir Hussain) ખજુરી ખાસમાં આવેલી ફેક્ટરીને સીલ કરી દીધી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્ટાફ અંકિત શર્મા (Ankit Sharma)ની હત્યાનો આરોપ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર લાગી રહ્યો છે. પત્થરબાજીમાં માર્યા ગયેલા અંકિત શર્માના ભાઈએ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે.
First published: February 27, 2020, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading