વધુ એક ટિકટૉક સ્ટારનો આપઘાત, ડિપ્રેશનનો શિકાર હતી DUની 18 વર્ષની વિદ્યાર્થિની

વધુ એક ટિકટૉક સ્ટારનો આપઘાત, ડિપ્રેશનનો શિકાર હતી DUની 18 વર્ષની વિદ્યાર્થિની
પ્રતિકાત્મક તસવીર

દિલ્હી યુનિવર્સિટીની 18 વર્ષની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કરી લીધો, TikTok પર તેણીના અસંખ્યા ફોલોઅર્સ હતા.

 • Share this:
  મુંબઈ : ડિપ્રેશન (માનસિક ઉદાસી)ના વધી રહેલા કેસ વચ્ચે વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. દિલ્હી યુનિવર્સિટી (Delhi University)ની 18 વર્ષની છોકરીએ ડિપ્રેશન (Depression)ને કારણે આપઘાત કરી લીધો છે. આ છોકરી TikTokની મોટી સ્ટાર હતી. તેના વીડિયો પ્લેટફોર્મ (Video Platform) પર અનેક ફોલોઅર્સ હતા. જોકે, પોલીસને આ મામલામાં કોઈ સુસાઇડ નોટ નથી મળી. કહેવામાં આવે છે કે ટિકટૉક પર પ્રતિબંધ લાગી ગયા બાદ આ છોકરી ખૂબ જ પરેશાન હતી.

  ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે છોકરીનો મૃતદેહ સૌપ્રથમ તેના પિતરાઇએ જોયો હતો. તેણે જ આ અંગેની જાણકારી આપી હતી. પરિવારના અમુક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે આ છોકરી છેલ્લા બે ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં હતી. આ જ કારણે તેણીએ આપઘાત કર્યો હોઈ શકે છે.  આ પણ વાંચો : રાજકોટ કલેક્ટરે નિર્ણય બદલ્યો, ચાની કીટલી અને પાનના ગલ્લા ચાલુ રહેશે

  નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ટિકટૉકની જ એક સ્ટાર સિયા કક્કડે આત્મહત્યા કરી લીધી હતી. ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સમાં ખૂબ જ પ્રસિદ્ધ વીડિયો મેકિંગ ટિકટૉક પણ સામેલ છે.

  નીચે વીડિયો જુઓ : વરસાદને કારણે હાલ થયા બેહાલ

  છેલ્લા થોડા દિવસોમાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોમાં ડિપ્રેશન અને સુસાઇડના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ટીવી એક્ટર મનમીત ગ્રેવાલને પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. તો ક્રાઇમ પેટ્રોલમાં નજરે આવતી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ઇન્દોરમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ એવા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સામે આવેલા સમાચાર પ્રમાણે સુશાંતસિંઘની છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:July 06, 2020, 15:47 pm