દિલ્હીમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસે રૂ. 1.41 લાખનો મેમો આપ્યો!

ટ્રક માલિકે ઓવરલોડિંગના બદલે મળેલા મેમાની રૂ. 141700ની રકમ દિલ્હીની રોહિણી કોર્ટમાં જમા કરાવી દીધી.

News18 Gujarati
Updated: September 11, 2019, 1:27 PM IST
દિલ્હીમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ પોલીસે રૂ. 1.41 લાખનો મેમો આપ્યો!
ટ્રક માલિકે ઓવરલોડિંગના બદલે મળેલા મેમાની રૂ. 141700ની રકમ દિલ્હીની રોહિણી કોર્ટમાં જમા કરાવી દીધી.
News18 Gujarati
Updated: September 11, 2019, 1:27 PM IST
નવી દિલ્હી : નવો મોટર વ્હીકલ એક્ટ 2019 (New Motor vehicle Act 2019) લાગુ થયા બાદ દરરોજ મેમો ફાડવાના અલગ અલગ બનાવો સામે આવી રહ્યા છે. અનેક લોકો ભારે દંડનો વિરોધ કરી રહ્યા છે તો અમુક લોકોએ તો ભારે દંડ બાદ પોતાના વાહનને જ આગ લગાડી દીધી હતી. મેમોની રકમ પણ ખૂબ ચર્ચામાં છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં સૌથી વધારે રકમનો મેમો ફાડવાના સમાચાર સામે આવ્યા છે.

દિલ્હી (Delhi)ની રોહિણી કોર્ટ (Rohini Court)માં રૂ. 1,41,700નો મેમો ફાટ્યો છે. રાજસ્થાનના એક ટ્રક માલિકે દિલ્હીની રોહિણી કોર્ટમાં દંડની તમામ રકમ ભરી દીધી છે. ટ્રક માલિક રાજસ્થાનના બીકાનેરનો રહેવાશી છે. દિલ્હીમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ ઓવરલોડિંગને કારણે ટ્રકનો રૂ. 70 હજારનો મેમો ફાટ્યો હતો. જ્યારે ટ્રક પર વધારે માલ ચડાવવા બદલ ટ્રક માલિકને પણ રૂ. 70 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. ટ્ર્ક માલિકના કહેવા પ્રમાણે બે મેમો ઉપરાંત તેને રૂ. 1700નો વધારાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આવી રીતે ટ્રક માલિકને કુલ રૂ. 1,41,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક માલિકે મેમો મળ્યાના દિવસે જ દિલ્હીની રોહિણી કોર્ટમાં આ રકમ ચુકવી દીધી હતી.(આ પણ વાંચો : ગુજરાતમાં ટ્રાફિક ભંગના નિયમ બદલાયા : જાણો પહેલા ક્યા ગુના બદલ કેટલો દંડ હતો?)

તસવીર : ટ્વિટર @AhmedabadPolice


મેમો ભરવાની સૌથી મોટી રકમ
Loading...

નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દરરોજ વિચિત્ર કેસો સામે આવી રહ્યા છે. અત્યારસુધી કોઈને રૂ. 15 હજાર તો કોઈને રૂ. 25 હજારનો મેમો મળ્યો હતો. ત્યાં સુધી કે રૂ. 60 હજારનો મેમો પણ ફાટ્યો હતો. પરંતુ દિલ્હીમાં તો મેમોની રકમે તમામ રેકોર્ડને તોડી નાખ્યા હતા.

આ પણ વાંચો : CM રૂપાણીની મોટી જાહેરાત, મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરી દંડની રકમ ઘટાડી, 16 સપ્ટેમ્બરથી અમલ

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાને 10 દિવસ થયા છે. આ 10 દિવસમાં દેશના અલગ અલગ ભાગોમાંથી અનેક સમાચારો સામે આવી રહ્યા છે. વાહન ચાલકો પણ નિયમોની જાણકારી ન હોવાને કારણે દંડનો ભોગ બની રહ્યા છે. નવા એક્ટમાં દંડની રકમ ખૂબ વધારી દેવામાં આવી છે. આથી દેશના અલગ અલગ ભાગોમાંથી મોટી રકમના મેમો આપવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...