Home /News /national-international /Video: સુલ્તાનપુરી રોડ અકસ્માતનો રુંવાડા ઉભા કરી દેતો CCTV વીડિયો આવ્યો સામે

Video: સુલ્તાનપુરી રોડ અકસ્માતનો રુંવાડા ઉભા કરી દેતો CCTV વીડિયો આવ્યો સામે

દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં ભીષણ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. (ફોટો-વિડિયોમાંથી)

Sultanpuri Road Accident: નવા વર્ષના દિવસે જ આખા દેશને હચમચાવનારી દિલ્હીની રોડ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.

    નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)ના સુલ્તાનપુરી (Sultanpuri Road Accident)ના કંઝાવાલા વિસ્તારમાં કાળજુ કંપવનારો રોડ એક્સિડેન્ટ (Road Accident) સામે આવ્યો છે. જ્યાં કથિત રીતે દારુના નશામાં ધૂત યુવકોએ સ્કૂટી સવાર યુવતીને ટક્કર મારી હતી અને એટલું જ નહીં કેટલાક કિમી સુધી ઘસડતાં પણ રહે છે. આ ગમખ્વાર અકસ્માતનો વીડિયો (Accident Video) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં (Viral Video)માં યુવકોની બલોનો કાર બેફામ ઝડપે પસાર થતી જોવા મળે છે.

    " isDesktop="true" id="1311734" >

    આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. દિલ્હી પોલીસે પાંચ આરોપી યુવકોની ધરપકડ કરી છે. પકડાયેલ યુવકો પૈકી એક ક્રેડિટ કાર્ડ કલેક્શનનું કામ કરે છે. મૃતક પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી.

    દિલ્હી મહિલા આયોગે પણ આપી નોટીસ


    દિલ્હી મહિલા આયોગ (DCW) એ પણ આ મામલે પોલીસને નોટિસ પાઠવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કંજાવાલા પોલીસ સ્ટેશન (રોહિણી જિલ્લો)માં સવારે 3.24 વાગ્યે માહિતી મળી હતી કે કુતુબગઢ વિસ્તાર તરફ જઈ રહેલી કાર સાથે એક લાશ બાંધેલી છે. તેમણે કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

    પોલીસે 5 યુવકોની ધરપકડ કરી


    ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર) હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતાનો પગ કારના એક પૈડામાં ફસાઈ ગયો હતો અને તેને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી. આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 279 (રશ ડ્રાઇવિંગ) અને 304-A (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દીપક ખન્ના (26), અમિત ખન્ના (25), ક્રિષ્ના (27), મિથુન (26) અને મનોજ મિત્તલની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસ આ મામલે તપાસ કરી રહી છે


    દીપક એર ડ્રાઇવર છે, અમિત ઉત્તમ નગરમાં SBI કાર્ડનું કામ કરે છે, ક્રિષ્ના કનોટ પ્લેસમાં કામ કરે છે, મિથુન નારાયણમાં હેર ડ્રેસર તરીકે કામ કરે છે અને મિત્તલ સુલતાનપુરીમાં ખાનગી ફૂડ ડિલિવરી કંપનીના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે કાર ચાલક દારૂના નશામાં હતા કે કેમ તે ચકાસવા માટે તેના લોહીના નમૂના સાચવવામાં આવ્યા છે. પીડિતા લગ્ન અને અન્ય કામમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તે આવા જ એક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી.(ઇનપુટ PTI)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Delhi News, Gujarati news, Horrific road accident

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन