Home /News /national-international /જામનગર બાદ Spicejet Flightની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી, IGI એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલુ
જામનગર બાદ Spicejet Flightની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી, IGI એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલુ
ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી
આ ફ્લાઈટ IGI એરપોર્ટથી પુણે માટે સાંજે 6:30 વાગ્યે ઉપડવાની હતી. જોકે ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ બાદ, ફ્લાઈટમાં બોર્ડિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી પુણે જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી છે. આ ફ્લાઈટ IGI એરપોર્ટથી પુણે માટે સાંજે 6:30 વાગ્યે ઉપડવાની હતી. ત્યારબાદ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા બોર્ડિંગ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી અને બોમ્બ સ્કવોડની ટીમને બોલાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
બીજી તરફ, આ સમગ્ર મામલે દિલ્હી પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ SOP અનુસાર સુરક્ષિત કવાયતનું પાલન કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ પહેલા 10 જાન્યુઆરીએ મોસ્કોથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. જે બાદ જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્લેનમાં હાજર તમામ 244 મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, બોમ્બની માહિતી પછી, ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર