નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તાજા સમાચાર પ્રમાણે દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલ (Delhi Sir Ganga Ram Hospital)માં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીનાં મોત થયા છે. અહીં 60 દર્દીની હાલત નાજુક છે. હૉસ્પિટલ (Hospital) તરફથી મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઑક્સીજનની તાત્કાલિક જરૂરિયાત (Oxygen shortage) છે. હૉસ્પિટલમાં અમુક જ કલાકોમાં ઑક્સીજન ખૂટી જશે. હૉસ્પિટલનું કહેવું છે કે વેન્ટિલેટર અને બાઇલેવલ પૉઝિટિવ એરવે પ્રેશર (BiPAP) પ્રભાવી રીતે કામ નથી કરી રહ્યા. ICU અને EDમાં હાથથી વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગંગારામ હૉસ્પિટલના 37 ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી પાંચ હૉસ્પિટલમાં જ દાખલ હતા. અન્ય ડૉક્ટરોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે આમાંથી મોટાભાગના ડૉક્ટર્સ એવા છે જેઓ કોરોના કર્દીઓની સારવાર કરી રહ્યા હતા. હૉસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર્સમાં સામાન્ય લક્ષણો હતા, કોઈની હાલત ગંભીર ન હતી.
દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આથી અનેક હૉસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા ઑક્સીજનની માંગમાં ખૂબ વધારો થયો છે. અનેક હૉસ્પિટલો તરફથી સતત નિવેદન આવી રહ્યા છે તે કેમની પાસે અમુક કલાક ચાલે એટલો જ ઑક્સીજન બચ્યો છે.
ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના નવા 26,169 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 306 દર્દીનાં મોત થયા હતા. દિલ્હીમાં સંક્રમણ દર 36.24 ટકા છે, જે ગત વર્ષે કોરોના મહામારી બાદ સૌથી વધારે છે. દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં ઘાતક કોરોનાથી 1750થી વધારે લોકોનાં મોત થયા છે. શહેરમાં બુધવારે, 24,638, મંગળવારે 28,395 જ્યારે સોમવારે 23,686 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ 9,56,348 થાય છે. મોતનો આંકડો વધીને 13,193 થયો છે.
25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi
દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની બીજી લહેર (coronavirus second wave) વચ્ચે ઑક્સીજનની માંગ (Oxygen demand) ખૂબ વધી ગઈ છે. સંકટની આ ઘડીમાં દેશના વાયુસેના (IAF) સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો સંભાળતા ઑક્સીજન ટેન્કરોનું એરલિફ્ટિંગ (Oxygen tanker airlifting) શરૂ કર્યું છે. આ સાથે જ ઑક્સીજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવા, સાધનો અને સ્વાસ્થ્યકર્મીઓને એક જગ્યાએથી બીજે પહોંચાડવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનો દેશ આખાના સ્ટેશનો પર ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કરી દીધું છે. આનાથી જે જે જગ્યા પર ઑક્સીજનની અછત છે ત્યાં ઑક્સીજન ખૂબ સરળતાથી પહોંચાડી શકાશે.
દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. નવા દર્દીઓના કેસમાં આપણો દેશ અમેરિકા (US)થી પણ આગળ નીકળી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ 3 લાખ 32 હજાર 320 કેસ (India coronavirus new cases) નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યારસુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે 3 લાખ 15 હજાર 552 કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસખી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે. ગુરુવારે દેશમાં 2,556 લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર