Home /News /national-international /રેલવેમાં નોકરીના બદલામાં કરોડો રૂપિયાની જમીન લઈ લીધી: લાલૂ યાદવ સહિત 14 લોકોને કોર્ટનું સમન

રેલવેમાં નોકરીના બદલામાં કરોડો રૂપિયાની જમીન લઈ લીધી: લાલૂ યાદવ સહિત 14 લોકોને કોર્ટનું સમન

લાલૂ યાદવ સહિત 14 વિરુદ્ધ એક્શન

2004થી 2009ની વચ્ચે લાલૂ પ્રસાદ યાદવ યૂપીએ સરકારમાં રેલ મંત્રી હતા. આરોપ છે કે, લાલૂએ રેલ મંત્રી રહેતા રેલવે ભરતીમાં કૌભાંડ કર્યું. કહેવાય છે કે, નોકરી લગાવવાના બદલામાં અરજીકર્તાઓ પાસેથી જમીન અને પ્લોટ લીધા છે.

નવી દિલ્હી: દિલ્હીના રાઉઝ એવન્યૂ કોર્ટે કથિત જમીનના બદલામાં નોકરીના મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલૂ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને 14 અન્ય વિરુદ્ધ સમન જાહેર કર્યા છે. સીબીઆઈ તરફથી તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર એક્શન લીધા બાદ કોર્ટે આરોપીઓને 15 માર્ચ માટે સમન જાહેર કર્યું છે.

આ પણ વાંચો: PHOTOS: ઈરાકમાં ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળ્યું 4500 વર્ષ જૂનું મંદિર, જુઓ અદ્ભૂત તસ્વીરો

નોકરીના બદલામાં જમીનનું કૌભાંડ શું છે?


2004થી 2009ની વચ્ચે લાલૂ પ્રસાદ યાદવ યૂપીએ સરકારમાં રેલ મંત્રી હતા. આરોપ છે કે, લાલૂએ રેલ મંત્રી રહેતા રેલવે ભરતીમાં કૌભાંડ કર્યું. કહેવાય છે કે, નોકરી લગાવવાના બદલામાં અરજીકર્તાઓ પાસેથી જમીન અને પ્લોટ લીધા છે. સીબીઆઈએ આ મામલામાં તપાસ બાદ લાલૂ પ્રસાદ યાદવ અને તેમની દીકરી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપ છે કે, જે જમીન લીધી તે રાબડી દેવી અને મીસા ભારતીના નામ પર લેવામાં આવી છે. રેલ ભરતી સાથે જોડાયેલ વધુ એક કૌભાંડનો આરોપ યૂપીએ સરકારમાં રેલ મંત્રી રહેલ પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ લાગ્યો છે. મામલામાં પણ સીબીઆઈએ વિજય સિંગલા સહિત 10 વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલામાં વિજય સિંગલા પર મની લોન્ડ્રીંગનો પણ આરોપ છે.

અન્ય એક મામલો


IRCTCનો મામલો રેલવે ભરતી કૌભાંડથી અલગ છે. IRCTC કૌભાંડનો આરોપ પણ 2004માં લાલૂ રેલ મંત્રી રહેતા થયો હોવાનું કહેવાય છે .હકીકતમાં જોઈએ તો, રેલવે બોર્ડે તે સમયે રેલવેની કેટરિંગ અને રેલવે હોટલની સેવાઓ IRCTCને સોંપી દીધી હતી. આ દરમિયાન રાંચિ અને પુરીના બીએનઆર હોટલને દેખરેખ, સંચાલન અને વિકાસને લઈને જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં અનિયમિતતાઓ કરવાની વાત સામે આવી હતી. આ ટેન્ડર 2006માં એક પ્રાઈવેટ હોટલ સુજાતાને મળ્યું હતું. આરોપ છે કે, સુજાતા હોટલ્સના માલિકોએ તેના બદલામાં લાલૂ યાદવના પરિવારને પટનામાં ત્રણ એકર જમીન આપી, જે બેનામી સંપત્તિ હતી. આ મામલામાં પણ લાલૂ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત કેટલાય લોકો આરોપ છે.
First published:

Tags: Indian railways, Lalu prasad