દિલ્હી હિંસાની આગમાં પિતાનો એક પગ જ બચ્યો, દફનાવવા માટે લૉકડાઉન ખુલવાની રાહ જોતી દીકરી

દિલ્હી હિંસાની આગમાં પિતાનો એક પગ જ બચ્યો, દફનાવવા માટે લૉકડાઉન ખુલવાની રાહ જોતી દીકરી
ફાઇલ તસવીર

નૉર્થ ઈસ્ટ દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલી હિંસામાં 53 લોકો માર્યા ગયા હતા, જેમાં ગુલશનના પિતા અનવર કેસર પણ સામેલ હતા.

 • Share this:
  ઝેબા વારસી, નવી દિલ્હી : "મારા આંસુ અટકી નથી રહ્યાં. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું મારા પિતાને રીતિ-રિવાજ પ્રમાણે વિદાય પણ નથી આપી શકતી. કોઈ મારું દુઃખ નહીં સમજી શકે. કોઇને કંઈ ફરક નથી પડતો." આ દુઃખ ગુલશનનું છે. નૉર્થ ઈસ્ટ દિલ્હી (Delhi Riots)માં ફેબ્રુઆરીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા 53 લોકોમાં ગુલશનના પિતા અનવર કેસર પણ સામેલ હતા. હિંસા દરમિયાન કેટલાક લોકોએ તેમના પિતાને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટનાને બે મહિનાથી વધારે સમય વિતવા આવ્યો છે. પિતાની લાશ (Dead Body) તરીકે ફક્ત એક સળગેલો પગ વધ્યો છે. ગુલશન (Gulshan) તે મળવાની રાહ જોઈ રહી છે.

  કોરોના વાયરસને કારણે લૉકડાઉને ગુલશનના ઝખમો પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. પોલીસે હજી સુધી પરિવારને લાશના અવશેષ નથી સોંપ્યા. ગુલશન કહે છે કે, "પોલીસ અમને દર વખતે ધમકાવીને પરત મોકલી દે છે. પોલીસ કહે છે કે તમે લોકો અમને શા માટે પરેશાન કરો છો. તમે જોઈ જ શકો છો કે લૉકડાઉન છે. ફક્ત સળગેલા માંસ ચોંટેલું એક હાડકું જ તો બાકી રહ્યું છે. એ લોકો શા માટે નથી સમજતા કે આ ફક્ત એક હાડકું નથી. તે જે પણ છે મારા પિતા છે. શું મને એટલો પણ અધિકાર નથી કે હું મારા પિતાને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી શકું.  આ પણ વાંચો : ચંદ્રકાંતાથી ચાણક્ય સુધી, નાના પડદે પણ ઇરફાને પોતાનો જાદૂ ચલાવ્યો હતો

  માર્ચ મહિનામાં News18 એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે લાશના અવશેષ ગુલશનના પિતાના છે કે નહીં એ સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે. રિપોર્ટ પ્રમાણે ગુલશને 29મી ફેબ્રુઆરી, 2020ના રોજ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું હતું.

  આ કેસમાં સાતમી એપ્રિલના રોજ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે. આ અંગે સુનાવણી કરતા કોર્ટે 18 એપ્રિલ સુધી ડીએનએ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુલશનને 16મી એપ્રિલના રોજ રિપોર્ટ મળી ગયો હતો. પરંતુ તેને લાશના અવશેષ મળ્યા ન હતા.

  ગુલશન કહે છે કે, "મને શરૂઆતથી જ ખબર હતી કે આ પગ મારા પિતાનો છે. ડીએનએ ટેસ્ટ રિપોર્ટમાં આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. હકીકતમાં તે એક સળગેલું હાડકું છે, પરંતુ મારા પિતાની અંતિમ નિશાની છે. આથી હું તે મળે તેની રાહ જોઈ રહી છું, જેથી અંતિમ સંસ્કાર કરી શકું."

   

  આ પણ વાંચો : રાજસ્થાનના અણમોલ હીરાએ દુનિયાને કહી અલવિદા, ટોંકમાં વીત્યું ઈરફાનનું બાળપણ

  ગુલશનના વકીલ રિતેશ દુબે કહે છે કે, 'ગુલશનની જેમ દિલ્હી તોફાનોમાં અન્ય બે મામલામાં લૉકડાઉમાં જ પરિજનોને લાશ સોંપી દેવામાં આવી છે. પરંતુ ગુલશનના કેસમાં જ વાર લાગી રહી છે.'

  ગુલશનના પિતા અનવર કેસર તોફાનગ્રસ્ત વિસ્તાર શિવ વિહારમાં રહેતા હતા. ગુલશનને જણાવ્યા પ્રમાણે, તોફાનીઓએ તેમના પિતાને નજીકથી બે ગોળી મારી હતી. બાદમાં તેના ઘરને સળગાવી દેવામાં આવ્યું હતું. પિતાને પકડીને આગમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે આગ લગાવતા પહેલા લોકોએ તેના ઘરમાં લૂંટફાટ કરી હતી. ગુલશનના કહેવા પ્રમાણે તેમનો સળગેલો પગ મડદાઘરમાં નહીં પરંતુ પોલીસ કસ્ટડીમાં છે. લૉકડાઉનને કારણે તે દિલ્હી પરત નથી ફરી શકતી.
  First published:April 29, 2020, 15:04 pm

  टॉप स्टोरीज