લાલ કિલ્લામાં હિંસાના આરોપી લક્ખા સિંહે વીડિયો શેર કરી દિલ્હી પોલીસને આપી ખુલ્લી ચેલેન્જ

પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

  • Share this:
    કૃષિ કાયદાના (Agriculture Law) વિરોધમાં ગણતંત્ર દિવસે (Republic Day) દિલ્હીમાં (Delhi) ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmer Tractor Rally) દરમિયાન ભડકેલી હિંસાનાં (Delhi Violence) આરોપમાં દિલ્હી પોલીસે પંજાબના ગેંગસ્ટર લક્ખા સિંહ સિધાનાની (Lakkha Singh sidhana) શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ફરાર લક્ખા સિંહે સોશિલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લક્ખાએ ખેડૂતોને સમર્થન આપ્યું છે અને બીજી તરફ દિલ્હી પોલીસને જાહેરમાં ચેતવણી આપી છે. આ ખુલ્લી ચેતવણી આપતા તેણે કહ્યું છે કે, 23 ફેબ્રુઆરીએ એક બીજા પ્રદર્શનનું એલાન છે. જે બઠિંડામાં થશે. આ વિડીયોમાં પંજાબથી વધારે યુવાનોને સામેલ થવાની અપીલ કરી છે.

    એક લાખનું ઇનામ

    લાલ કિલ્લા પર ભડકાવેલી હિંસાનો આરોપી લક્ખા સિંહ છેલ્લા 25 દિવસથી દિલ્હી પોલીસના હાથમાં નથી આવી રહ્યો. પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. તેણે તેના ફેસબુક પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તે પંજાબના લોકોને અને યુવાનોને ઉશ્કેરે છે.

    વીડિયોમાં શું કહે છે?

    વીડયો એક તંબુની અંદર રાત્રે બનાવવામાં આવ્યો છે. તંબુમાં દેખાય છે કે, ઘણા લોકો જમીન પર ધાબળમાં સૂઈ રહ્યા છે. લક્ખા તેમની વચ્ચે બેસીને વીડિયો બનાવી રહ્યો છે. તે વીડિયોમાં કહી રહ્યો છે કે, '23 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં લોકોએ પહોંચવું જોઈએ. બઠિંડા જિલ્લાના મેહરાજ પિંડ આવો, ત્યાં એક પ્રદર્શન છે. આવો મારા ભાઈઓ મોટી સંખ્યામાં પ્રયત્ન કરો જેથી ખબર પડે કે આપણે ખેડૂત આંદોલન સાથે છીએ.'

    કોણ છે આ લક્ખા સિંહ?

    લક્ખા સિધાનાનું અસલી નામ લખબીર સિંહ છે. પંજાબના ભટીંડામાં રહેતો સિધાના ડબલ એમએ છે અને તે એક સમયે કબડ્ડીનો સારો ખેલાડી પણ હતો. લક્ખા પર હત્યા, ખૂનનો પ્રયાસ અને હુમલો કરવાનો આરોપ છે. પંજાબના નાણાં મંત્રી મનપ્રીત બાદલે આ અગાઉ તેમની પાર્ટી પંજાબ પીપલ્સ પાર્ટી (પીપીપી) ની રચના કરી હતી. સિધાનાએ આ પક્ષ વતી રામપુરા ક્ષેત્રમાંથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે તેના જામીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી દરમિયાન તેના ગામ ભગતા ભાઇમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સિધાનાએ તત્કાલીન અકાલી મંત્રી સિકંદર સિંહ માલુકા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published: