Home /News /national-international /

ખળભળાટ! રાષ્ટ્રપતિ ભવનની ઉપરથી ટ્રેકિંગ ડિવાઈસ સાથે ઉડી રહ્યું હતુ ગરૂડ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

ખળભળાટ! રાષ્ટ્રપતિ ભવનની ઉપરથી ટ્રેકિંગ ડિવાઈસ સાથે ઉડી રહ્યું હતુ ગરૂડ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

રાષ્ટ્રપતિ ભવન પરથી ટ્રેકિંગ ડિવાઈસ સાથે ઉડી રહ્યું હતુ ગરૂડ

રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) ની છત પર ગરુડ મળી આવ્યા પછી, ત્યાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે ગરુડમાં ટ્રેકિંગ ડિવાઈસ (Tracking device eagle) લગાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે.

    નવી દિલ્હી. દેશની રાષ્ટ્રીય રાજધાની (Delhi)) માં સ્થિત રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) પાસે એક ટ્રેકિંગ ડિવાઈસ સાથે ગરુડ (Tracking device eagle) મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, વરસાદ બાદ આ ગરુડ રાષ્ટ્રપતિ ભવનના પાર્કમાં પડેલું જોવા મળ્યું હતું. પોલીસ (Delhi Police) સૂત્રોના જણાવ્યા અનુસાર વાઈલ્ડલાઈફવાળા (wildlife) આ પ્રકારના પ્રયોગ પક્ષીઓ સાથે કરે છે. અને આ ગરૂડ વાઈલ્ડલાઈફવાળાઓનું છે.

    ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ભવનની છત પર ગરુડ મળી આવ્યા પછી, ત્યાં ખળભળાટ મચી ગયો હતો કારણ કે ગરુડમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીને ખૂબ જ સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવન પર ટ્રેકિંગ ડિવાઇસ સાથે ગરુડ ઉડવાની ઘટના સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. તો, પોલીસનું કહેવું છે કે તપાસ કરવામાં આવી છે અને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

    ઉલ્લેખનીય છે કે, રવિવારે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) ના કઠુઆ જિલ્લામાં એક પાકિસ્તાની ડ્રોન (Pakistan Drone) ને તોડી પાડવામાં આવ્યું હતું, જ્યારે તે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્ર (India Pakistan Border) માં પ્રવેશ્યું હતું.

    આ ડ્રોન પર સાત મેગ્નેટિક બોમ્બ અને એટલી જ સંખ્યામાં UBGL ગ્રેનેડ હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

    આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની શરૂઆત પહેલા બની હતી. આ મુલાકાત પહેલા સુરક્ષા સઘન કરવામાં આવી છે.

    અધિક પોલીસ મહાનિર્દેશક (જમ્મુ) મુકેશ સિંહે કહ્યું કે પોલીસ સર્ચ ટીમે સવારે રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચક વિસ્તારમાં બોર્ડર પર ડ્રોનની હિલચાલ જોઈ અને તેના પર ગોળીબાર કર્યો, પછી તે નીચે પડી ગયું.

    સિંહે કહ્યું કે, આ ડ્રોન (Drone) પર ભરેલા સામાનની તપાસ કરવા બોલાવવામાં આવેલી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (bomb squad) ને સાત ચુંબકીય બોમ્બ અને સાત 'અંડર બેરલ ગ્રેનાડલ લોન્ચર્સ' (UBGL) મળ્યાં છે. વાસ્તવમાં, સરહદ પારથી વારંવાર ડ્રોનની હિલચાલને કારણે પોલીસ સર્ચ ટીમો નિયમિતપણે આ વિસ્તારમાં મોકલવામાં આવે છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: રાષ્ટ્રપતિ

    આગામી સમાચાર