ન્યૂઝ18 ગુજરાતી: એક 17 વર્ષીય રેપ પીડિતાને બે બાઇકસવાર યુવકો દ્વારા કથિત રીતે ઝેર પીવડાવવા માટે મજબૂર કરવામાં આવી જ્યારે તે દિલ્હીના દ્વારકા જિલ્લાના હાતસાલ વિસ્તારમાં ટ્યૂશન ક્લાસથી ઘરે જઈ રહી હતી.
એક સિનિયર અધિકારીએ ન્યૂઝ18ને જણાવ્યું કે, પોતાના ફરિયાદમાં પીડિત યુવતીએ આરોપ લગાવ્યો કે જ્યારે તે ટ્યૂશનથી ઘરે જઈ રહી હતી તો બે બાઇકસવાર યુવકોએ તેનો રસ્તો રોક્યો અને કોર્ટમાં રેપ આરોપીઓ વિરુદ્ધ નિવેદન આપવા પર તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી.
જોકે, જ્યારે તેણે એવું કરવાનો ઇન્કાર કરી દીધો તો તેઓએ એન પકડી લીધી અને તેને ઝેર પીવા માટે મજબૂર કરવા લાગ્યા. ઘટના બાદ બંને આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગત ગુરુવાર સાંજની છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અડધી બેભાન સ્થિતિમાં યુવતી એક ઓટોરિક્ષા લઈને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તે ખતરાથી બહાર છે. શુક્રવારે તે એ પોલીસ સ્ટેશન પહોંચી અને ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો.
અધિકારીએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, રેપના આરોપીના સહયોગીઓએ તેને કોર્ટમાં સાક્ષી આપવાથી રોકવા માટે ઝેર આપવાનો પ્રયાસ કર્યો હશે. જોકે, આ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રેપનો આરોપી હાલમાં જામીન પર બહાર આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેને વિરુદ્ધ 2018માં રણહૌલા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો મામલો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે અપરાધીઓને પકડવા માટે ટીમોની રચના કરવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર