Home /News /national-international /કેજરીવાલ સરકાર આવતા વર્ષથી 40 જરૂરી વસ્તુઓની કરશે 'હોમ ડિલિવરી'

કેજરીવાલ સરકાર આવતા વર્ષથી 40 જરૂરી વસ્તુઓની કરશે 'હોમ ડિલિવરી'

દિલ્હી સરકારે ગુરૂવારે નાગરિકો માટે જાતિ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 40 સાર્વજનિક સેવાઓને લઈને બનાવવામાં આવી રહેલી સક્ષમ યોજનાને આવતા ત્રણથી ચાર મહિનાની અંદર અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

દિલ્હી સરકારે ગુરૂવારે નાગરિકો માટે જાતિ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 40 સાર્વજનિક સેવાઓને લઈને બનાવવામાં આવી રહેલી સક્ષમ યોજનાને આવતા ત્રણથી ચાર મહિનાની અંદર અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી.

દિલ્હી સરકારે ગુરૂવારે નાગરિકો માટે જાતિ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 40 સાર્વજનિક સેવાઓને લઈને બનાવવામાં આવી રહેલી સક્ષમ યોજનાને આવતા ત્રણથી ચાર મહિનાની અંદર અમલમાં મૂકવાની  જાહેરાત કરી હતી. આ સેવાને શરૂ કરવા માટે સરકાર પ્રાઈવેટ એજન્સીની સેવા લેશે.

દિલ્હીના ઉપમુખ્મયમંત્રી મનીષ સિસોદિયાએ મંત્રીમંડળના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, 'આ શાસનની હોમ ડિલિવરી છે અને દેશમાં પહેલી વાર આવું કરવામાં આવી રહ્યું છે, તેમને જણાવ્યું કે, આ યોજનાને અમલમાં મૂકવા માટે સરકાર પ્રાઈવેટ એજન્સીની સેવા લેશે.'

તેમને વધુ જણાવતા કહ્યું કે, આ સેવા માટે એજન્સી દ્વારા મોબાઈલ ફાસિલેટરની સેવાઓ લેવામાં આવશે, જે કોલ સેન્ટર સ્થાપિત કરશે. આ યોજનાના પહેલા તબક્કામાં વિભિન્ન જાતિ પ્રમાણ પત્ર, આવક પ્રમાણ પત્ર, પાણી માટેનું નવું કનેક્શન, ડ્રાઈવિંગ લાયસન્સ, રેશનકાર્ડ, નિવાસસ્થાન અને મેરેજ સર્ટીફિકેટ, ડુપ્લિકેટ આરસી અને આરસીમાં એડ્રેસ ચેન્જ જેવી સેવાઓ ઘરે બેઠા મળી જશે.

ઉપમુખ્યમંત્રીએ ઉદાહરણ આપતા કહ્યું કે, જો કોઈ વ્યક્તિ ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરવા ઈચ્છે છે તો તેને કોલ સેન્ટરમાં ફોન કરીને માત્ર પોતાની બધી જ માહિતી નોંધાવવાની રહેશે.
First published:

Tags: Arvind kejrival, દિલ્હી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन