Home /News /national-international /દિલ્હીમાં હવા ઝેરીલી થતા નાક અને ગળાના ચેપમાં 90 ટકાનો ઉછાળો, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હીમાં હવા ઝેરીલી થતા નાક અને ગળાના ચેપમાં 90 ટકાનો ઉછાળો, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હીની હવા ગુણવતા અત્યંત ખરાબ

DELHI POLLUTION: દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક લોકો કાન, નાક અને ગળાના ચેપથી પીડાય રહ્યા છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ની ટોચે પહોંચ્યો છે, જે "જોખમી" શ્રેણીમાં આવે છે.

  તહેવારો પછીના સમયમાં દેશમાં આંખ, કાન અને ગળા સંબંધિત તકલીફો વધી છે. ત્યારે દિલ્હી એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક લોકો કાન, નાક અને ગળાના ચેપથી પીડાય રહ્યા છે. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 500ની ટોચે પહોંચ્યો છે, જે "જોખમી" શ્રેણીમાં આવે છે. ઘણા પ્રદેશોમાં હાલત ચિંતાજનક છે. ત્યાં ઇન્ડેક્સ 750 સુધી પહોંચી ગયો છે.

  અત્યારે પરિસ્થિતિ ગંભીર

  પ્રિસ્ટિન કેરના પ્રાથમિક કન્સલ્ટેશન પ્લેટફોર્મ પ્રિસ્ટિન કેર ડેટા લેબ્સ અને લિબ્રેટના મત મુજબ દિવાળી પછી ઉત્તર ભારતમાં શરદી, નાક બંધ થવું, ગળામાં દુ:ખાવો વગેરે જેવી બિમારીઓની પીડાતા દર્દીઓમાં 40 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત ડેટામાં ગયા વર્ષની દિવાળી પછીની સિઝનની તુલનામાં આંખ, કાન અને ગળા સંબંધિત તકલીફોમાં આશરે 90 ટકાનો વધારો થયો હોવાનું પણ બહાર આવ્યું છે.

  India todayના અહેવાલ મુજબ પ્રિસ્ટીન કેરમાં એમએસ-ઇએનટીના એમબીબીએસ ડો.નીરજ અગ્રવાલે ઇએનટી સંબંધિત ચેપમાં આ ઉછાળા વિશે ખુલીને જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોના દિવસોમાં ધુમ્મસ અને પ્રદૂષણના ખૂબ જ ઊંચા સ્તરના સંપર્કની સામાન્ય આડઅસરમાં છાતીમાં બળતરા, આંખમાં બળતરા, ખાંસી સામેલ છે.

  વૃદ્ધો અને બાળકોને અસર

  આના કારણે દરેક વ્યક્તિ જોખમમાં છે. જોકે, વૃદ્ધો અને બાળકોને ખાસ કરીને વધુ અસર થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, લોંગ કોવિડના લક્ષણો હોય તેવા લોકોમાં આંખ કાન ગળાના ચેપનું જોખમ વધારે હોય છે.

  તેઓ વધુમાં જણાવે છે, ઇએનટી ચેપની ફરિયાદ કરનારા દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે, અને ઘણી સંસ્થાઓ અને હોસ્પિટલો લોંગ-કોવિડ લક્ષણો પર અભ્યાસ કરી રહી છે. લોંગ કોવિડના પીડિતો ગળામાં દુ:ખાવો, નાકની ભીડ અને ગંધને લગતી તકલીફોની ફરિયાદો કરી રહ્યા છે. આ તકલીફો દિવાળી દરમિયાન થતા ધુમ્મસ અને પ્રદૂષણને કારણે પણ વધુ અસર કરે છે. અત્યારે આવી તકલીફોથી પીડાતા કોઈપણ વ્યક્તિએ નિષ્ણાતને મળવું જોઈએ.

  ચેપમાં તોતિંગ ઉછાળો શા માટે આવ્યો?

  દર વર્ષે ઉત્તર ભારતના અનેક લોકોને શ્વસન સંબંધી રોગોથી પીડાય છે. ખાસ કરીને પંજાબમાં પરાળ સળગાવવાને કારણે આવું જોવા મળે છે. પરાળને બાળી નાખવાથી હવામાં ધુમ્મસ અને રાખ વધે છે.

  આ પણ વાંચો: દિલ્હીમાં આવતીકાલથી પ્રાથમિક શાળાઓ બંધ, પ્રદૂષણને મુદ્દે કેજરીવાલે કહ્યું- આ રાજકારણનો સમય નથી 

  ભારતીય અર્થશાસ્ત્રી સંજય સાન્યાલે ટ્વિટર પર શેર કર્યું છે કે પંજાબના ખેડુતો તેમના ખરીફ પાક ચક્રને 3 અઠવાડિયા જેટલું બદલીને લઈ ગયા છે. લગભગ 15 વર્ષ પહેલા પાકની વાવણી જૂનમાં અને લણણી ઓક્ટોબરમાં કરવામાં આવતી હતી. પરિણામે નવેમ્બરની શરૂઆતમાં જમીન રવી પાકની વાવણી માટે તૈયાર થઈ જતી હતી.  હવે ખરીફ વાવણી માત્ર જુલાઈની શરૂઆતમાં જ થાય છે. આનો અર્થ એ છે કે પાક હજી પણ ઓક્ટોબરના અંતમાં ઉભા છે અને નવેમ્બરની શરૂઆતમાં ઉતાવળે લણણી કરવી પડશે. પરિણામે રવી વાવણી માટે જમીન સાફ કરવા માટે ફક્ત એક અઠવાડિયું છે - તેથી પાક બળી રહ્યો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Delhi News, Delhi Pollution, Gujarati news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन