રાહુલ ગાંધીએ કહ્યું - સતત 10 કલાક જુઠ બોલી શકે છે મોદી અને કેજરીવાલ

News18 Gujarati
Updated: February 5, 2020, 10:58 PM IST
રાહુલ ગાંધીએ કહ્યું - સતત 10 કલાક જુઠ બોલી શકે છે મોદી અને કેજરીવાલ
રાહુલ ગાંધી

જો કોઈને લાગે છે કે હિન્દુ-મુસ્લિમ એકતા વગર દેશ વિકાસ કરી શકે છે તો તે હિન્દુસ્તાનનો ઇતિહાસ અને દેશને જાણતા નથી - રાહુલ ગાંધી

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ બુધવારે દિલ્હીના મટિયામહલ વિધાનસભામાં એક ચૂંટણી સભામાં ભાજપ અને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણને હિન્દુ-મુસ્લિમ એકતા વગર આઝાદી મળી ન હોત, આજે પણ અહીં અંગ્રેજોનું રાજ હોત. જો કોઈને લાગે છે કે હિન્દુ-મુસ્લિમ એકતા વગર દેશ વિકાસ કરી શકે છે તો તે હિન્દુસ્તાનનો ઇતિહાસ અને દેશને જાણતા નથી. નરેન્દ્ર મોદી આવ્યા પહેલા 2004થી 2014 વચ્ચે હિન્દુ-મુસલમાન વચ્ચે આટલી નફરત કેમ ન હતી?

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણ 2.30 કલાક બોલ્યા. જુઠ બોલનારે બેસવું પડે છે, પાણી પીવું પડે છે. બસ બે જ લોકો છે જે પાણી પીધા વગર 10 કલાક નોન સ્ટોપ જુઠ બોલી શકે છે અને તે મોદી અને કેજરીવાલ છે. મોદી જી બાળકોને પરીક્ષા પાસ કરવી શીખવાડી રહ્યા છે પણ પોતાની ડિગ્રી આજ સુધી બતાવી નથી. મોદી જી નથી ઇચ્છતા કે દેશના યુવાનને રોજગારી મળે કારણ કે તેમનો ઓક્સિજન બેરોજગારી છે.

આ પણ વાંચો - C Voter Opinion Poll: દિલ્હીના દંગલમાં કોણ થશે વિજેતા, AAP કે બીજેપી

સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદેશોથી આવેલા નેતા મને બંધ રુમમાં કહે છે કે તે ભારતમાં રોકાણ કરવા માંગે છે પણ કહે છે કે આવા માહોલમાં નહી કરે. રાહુલે કહ્યું હતું કે એક વર્ષની અંદર હિન્દુસ્તાનના યુવાનના દિલની અંદર એવો અવાજ ઉઠશે કે તમે હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલા ક્યારેય નહીં જોયો હોય અને આ અવાજ હશે નરેન્દ્ર મોદી હટો યુવાઓને નોકરી આપો. ત્યારે મજા આવશે.
First published: February 5, 2020, 10:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading