દિલ્હીના કાંઝાવાલા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો, પીડિતા સાથે અન્ય યુવતી...
કાંઝાવાલા વિસ્તારમાં કારની ટક્કરથી યુવતીના મોત પર દિલ્હી પોલીસનો નવો ખુલાસો. (તસવીર-ન્યૂઝ18)
વિશેષ પોલીસ આયુક્ત દીપેન્દ્ર પાઠકે જણાવ્યું છે કે, મેન્યુઅલ અન ઈલેક્ટ્રોનિક તપાસના આધાર પર જાણવા મળ્યું છે કે, દુર્ઘટના થઈ તેની થોડી મિનિટો પહેલા અન્ય યુવતી મૃતક યુવતીની સાથે જ હતી. આ યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
Kanjhawala Case: રાજધાની દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં નવા વર્ષની ઊજવણી દરમિયાન રવિવારે મોડી રાત્રે એક કાર ચાલકે સ્કૂટી પર સવાર મહિલાને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ મહિલાને દૂર સુધી ઘસેડવામાં આવી હતી. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આપેલ જાણકારી અનુસાર સ્કૂટી પર તે યુવતી સાથે તેની એક મિત્ર પણ હતી. સ્કૂટી પર સવાર અન્ય મહિલાની પણ ઓળખાણ કરી લેવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું છે કે, મૃતક યુવતીની મિત્રને સામાન્ય ઈજાઓ થઈ છે અને ઘટનાસ્થળે ડરના કારણે તે ત્યાંથી ભાગી ગઈ હતી. કાર ચાલકે સ્કૂટીને ટક્કર મારતા યુવતી કારની સામે પડી ગઈ હતી અને તેનો પગ કારના એક્સેલમાં ફસાઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, દિલ્હીના સુલ્તાનપુરી વિસ્તારમાં રવિવારે કારચાલકે સ્કૂટીચાલક 20 વર્ષીય યુવતીને 12 કિલોમીટર સુધી ઘસેડી હતી, આ કારણોસર તેનું દર્દનાક મૃત્યુ થયું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, તપાસ સાથ જોડાયેલ અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય મહિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અન્ય યુવતીએ આ સમગ્ર ઘટના અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. તપાસ દરમિયાન ગોપનીયતાનો હવાલો આપતા તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસે દાવો કર્યો છે કે, મૃતક યુવતી સાથે જે અન્ય યુવતી હતી તેણે આ સમગ્ર બાબતને એક્સિડન્ટનો કેસ ગણાવ્યો છે.
વિશેષ પોલીસ આયુક્ત દીપેન્દ્ર પાઠકે જણાવ્યું છે કે, મેન્યુઅલ અન ઈલેક્ટ્રોનિક તપાસના આધાર પર જાણવા મળ્યું છે કે, દુર્ઘટના થઈ તેની થોડી મિનિટો પહેલા અન્ય યુવતી મૃતક યુવતીની સાથે જ હતી. આ યુવતીની ઓળખ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કેસમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 26 વર્ષીય દીપક ખન્ના, 25 વર્ષીય અમિત ખન્ના, 27 વર્ષીય કૃષ્ણન, 26 વર્ષીય મિથુન અને 27 વર્ષીય મનોજ મિત્તલ તરીકે થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, પીડિતા એકલી જ સ્કૂટી ચલાવી રહી હતી. અલગ-અલગ સીસીટીવી ફૂટેજમાં તેની સાથે કોઈપણ જોવા મળી રહ્યું નથી. પ્રાથમિક તપાસ અનુસાર તે યુવતી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. પોલીસને આશંકા છે કે, બંને મહિલાઓ ફંક્શનમાંથી એક જ સમયે બહાર નીકળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર