દિલ્હીની મહિલા પોલીસ ઓફિસરોનો ડાંસનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: April 1, 2019, 7:46 PM IST
દિલ્હીની મહિલા પોલીસ ઓફિસરોનો ડાંસનો વીડિયો વાયરલ

  • Share this:
દિલ્હી પોલીસના કાર્યક્રમ દરમિયાન સપના ચૌધરીના ગીત પર IPS અધિકારીઓ સહિત દિલ્હી પોલીસની મહિલા ઓફિરોએ મન મૂકી ડાંસ કર્યો હતો. શનિવારે દક્ષિણ દિલ્હીમાં ઓલ વુમન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ સુનો સહેલી રાખવામાં આવ્યું છે, આ દરમિયાન પોલીસકર્મીઓએ સ્ટેજ પર મસ્તી અને આનંદ કર્યો હતો.

દિલ્હીમાં આયોજીત સુનો સહેલી કાર્યક્રમમાં સપના ચૌધરીનું ખૂબ ફેમશ થયેલું ગીત તેરી આખ્યા કા યો કાજલ વગાડવામાં આવ્યું હતું. ગીત સાંભળી મહિલા પોલીસકર્મીઓ ગેલમાં આવી ગયા અને મહિલા પોલીસકર્મીઓએ આઇપીએસ બેનિતા મેરી જેકરનો હાથ પડકી ડાંસ કરવાનું શરૂ કરી દીધું.

 ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજકારણમાં જોડાવાની ચર્ચાએ સપના ચૌધરી લાઇમ લાઇટમાં આવી હતી. એ પહેલા તે બીગ બોસ 11માં સ્પર્ધક પણ રહી ચૂકી છે. જો કે સપના ચૌધરીના યૂટ્યૂબ અને સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે.
First published: April 1, 2019, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading