Home /News /national-international /આફતાબ પૂનાવાલાને લઈ જતી દિલ્હી પોલીસની વાન પર હુમલો, 2ની અટકાયત

આફતાબ પૂનાવાલાને લઈ જતી દિલ્હી પોલીસની વાન પર હુમલો, 2ની અટકાયત

લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાને લઈ જતી પોલીસ વાન પર કેટલાક હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો.

લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાને લઈ જતી પોલીસ વાન પર કેટલાક હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની બહાર બની હતી. જ્યાં તેને સોમવારે પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાને લઈ જતી પોલીસ વાન પર કેટલાક હથિયારધારી લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની બહાર બની હતી. જ્યાં તેને સોમવારે પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ સાંજે લગભગ 6: 45 વાગે પોલીસ વાનને ઓવરટેક કર્યા બાદ એક કારે તેને રોકી હતી. કેટલાક લોકો કારમાંથી બહાર આવ્યા અને આફતાબ પૂનાવાલાને લઈ જતી વેન પર હુમલો કરવા લાગ્યા હતા. આ દરમિયાન વાનને ઘટના સ્થળથી લઈ જવાય હતી. જ્યારે બે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી હતી.

    સોશિયલ મીડિયા પર ફરતી ઘટનાના કથિત વીડિયોમાં, એક પોલીસ કર્મચારી તલવારો લઈને આવેલા હુમલાખોરોને વિખેરવા માટે તેની સર્વિસ રિવોલ્વર બહાર કાઢતો જોઈ શકાય છે.

    એક ક્લિપમાં એવું પણ જોવા મળ્યું છે કે, કેટલાક હુમલાખોરોએ રાઈટ વિન્ગ ગ્રૂપના હોવાનો દાવો કરતાં હતા અને તેમનો ઈરાદો આફતાબ પૂનાવાલાના ટુકડા કરીને શ્રદ્ધા વોકરની હત્યાનો બદલો લેવાનો હતો.

    ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રોહિણી) જી એસ સિદ્ધુએ જણાવ્યું હતું કે, બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર અટકાયત કરાયેલા બે લોકોની ઓળખ કુલદીપ અને નિગમ તરીકે થઈ છે. કાયદા મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    આ ઘટના પર પ્રતિક્રિયા આપતા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે, આ કાર્યકર્તાઓએ જે કંઈ કર્યું છે તે તેમની લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે. આફતાબ પૂનાવાલાએ હિન્દુ છોકરીના ટુકડા કરી મારી નાખી તે આખા દેશને ખબર છે. ભારતના બંધારણની વિરુદ્ધ હોય તેવા કોઈપણ કાર્યને સંસ્થા સમર્થન આપતી નથી. અમે કાયદામાં વિશ્વાસ રાખીએ છીએ.

    અહીં ઉલ્લેખનીય છે કે, પૂનાવાલાએ કથિત રીતે શ્રદ્ધા વાલ્કરનું ગળું દબાવી દીધું હતું અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા, તે ટુકડાઓને ફેંકી દેતા પહેલા તેણે દક્ષિણ દિલ્હીના મહેરૌલી ખાતેના તેના નિવાસસ્થાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી 300 લિટરના ફ્રિજમાં રાખ્યા હતા.

    12 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જે 17 નવેમ્બરે વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. આ દરમિયાન22 નવેમ્બરે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટે 26 નવેમ્બરે તેને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
    First published:

    Tags: Crime news, Murder case, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन