મહિલાઓની છેડતી કરતા 'Serial Molestor'ને 200 સીસીટીવી તપાસી જ્યારે પકડ્યો તો તે નીકળ્યો પોલીસ ઇન્સ્પેક્ટર

News18 Gujarati
Updated: October 26, 2020, 6:31 PM IST
મહિલાઓની છેડતી કરતા 'Serial Molestor'ને 200 સીસીટીવી તપાસી જ્યારે પકડ્યો તો તે નીકળ્યો પોલીસ ઇન્સ્પેક્ટર
આરોપી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

પોલીસ મુજબ 100 પોલીસકર્મીઓની ટીમએ 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યાઅને 350 થી વધુ ગ્રે રંગની ગાડીને તપાસતા આરોપી સુધી પહોંચી. તે પછી પોલીસે શનિવારે અશ્લીલતા ફેલાવતા આ વ્યક્તિને પકડી પાડ્યો.

  • Share this:
જ્યારે રક્ષક જ ભક્ષક બને તો પછી સુરક્ષાના તો ધજાગરા જ ઉડવાનાને. આવી જ એક ચોંકવનારી ઘટના દિલ્હીના (Delhi) દ્વારકા વિસ્તારમાં સામે આવી છે. અહીં દિલ્હી પોલીસે (Delhi Police)એ પોલીસ ઇન્સ્પેક્ટર પર મૉર્નિંગ વૉક (Morning Walk) પર જતી કે સાઇકલિંગ કરતી મહિલાની છેડતી (Eve Teasing)નો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસની સામે જ્યારે સીરિયલ મોલેસ્ટર (Serial Molestor)ની ધરપકડ કરી તો આરોપી દિલ્હી પોલીસની સ્પેશ્યલ સલનો સબ ઇન્સ્પેક્ટર નિકળ્યો. જેને હાલ ટ્રાફિક પોલીસના ડીસીપી ઓફિસમાં જોડવામાં આવ્યો છે.

જાણકારી મુજબ એક પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલી અશ્લીલ ઘટના વિષે જણાવ્યું. અને આ વાત વાયરલ થતા દિલ્હી પોલીસે પણ આ ઘટનામાં તપાસ કરી. તેણે પીડિતાને મહિલા હેલ્પલાઇન નંબર પર કરેલા કોલના આધારે કેસ દાખલ કર્યો. પોલીસ જે ફરિયાદ નોંધી તે મુજબ 17 ઓક્ટોબરની સવારે દ્વારકા સેક્ટર 11ના ડીડડીએ સ્પોર્ટ કંપલેક્સ પાસે દશેરા ગ્રાઉન્ડ પાસે વાળી રોડ પર ગ્રે કલરની એક કારે માર્નિંગ વોક અને સાઇકલિંગ કરનાર ત્રણ મહિલા અને યુવતીઓ સામે 'ગંદી હરકત' કરતો હતો.

પીડિત મહિલાઓનો આરોપ છે કે કાર ચલાવનાર યુવક તેમની સામે પોતાના પ્રાઇવેટ પાર્ટ ફ્લેક કર્યો, એક મહિલાએ તો તે પણ આરોપ કર્યો કે આ યુવકે તેને જબરદસ્તી ખેંચવાનો પણ પ્રયાસ કર્યો. દ્વારકા સાઉથ પોલીસ સ્ટેશનમાં મહિલાઓની આ કેસમાં ત્રણ અલગ અલગ એફઆઇઆર નોંધવામાં આવી.

પીડિત મહિલા પોલીસને કહ્યું કે આરોપી ગ્રે કલરની એક કારમાં સવાર હતો. અને તેની કાર પર નંબર પ્લેટ પણ નહતી લાગી અને કારનો પાછળનો કાચ પણ તૂટેલો હતો.

આ ફરિયાદના આધારે મોબાઇલ ફોનથી શૂટ કરેલા વીડિયાના આધારે પોલીસ સીસીટીવી ફૂટેજથી કાર ટ્રેસ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ મુજબ 100 પોલીસકર્મીઓની ટીમએ 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યાઅને 350 થી વધુ ગ્રે રંગની ગાડીને તપાસતા આરોપી સુધી પહોંચી. તે પછી પોલીસે શનિવારે અશ્લીલતા ફેલાવતા આ વ્યક્તિને પકડી પાડ્યો. પુછપરછમાં ખબર પડી કે આ તો દિલ્હી પોલીસનો જ એક એસઆઇ છે. જેનું નામ પુનીત ગ્રેવાલ છે.

વધુ વાંચો : Photos : પાયલ ઘોષ રામદાસ આઠવલેની પાર્ટીમાં જોડાઇ, અનુરાગ પર લગાવ્યો હતો યૌન શોષણનો આરોપપોલીસે જણાવ્યું કે આરોપી એસઆઇ પુનીત વર્ષ 2011ની બેન્ચનો અધિકારી છે. અને દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે. દ્વારકા જિલ્લા પોલીસે તેની સામે વિભાગીય કાર્યવાહી કરવા માટે ડીસીપી સ્પેશ્યલ સેલને પત્ર મોકલ્યો. અને તે સાથે જ તેને નોકરીથી નીકળવાની કાર્યવાહી પણ શરૂ કરાઇ.

પુનીત ગ્રેવાલની ધરપકડ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. જ્યાં તેને ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો.

પોલીસ આ સાથે જ આવી અન્ય મહિલાઓની શોધખોળ પણ કરી જે તેની છેડતીનો શિકાર બની હોય પણ ફરિયાદ ન નોંધાવી હોય.
Published by: Chaitali Shukla
First published: October 26, 2020, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading