Home /News /national-international /

દિલ્હીમાં ધડાકા કરવાનું ષડયંત્ર નિષ્ફળ, પકડાયા જૈશ-એ-મોહમ્મદનાં બે આતંકી

દિલ્હીમાં ધડાકા કરવાનું ષડયંત્ર નિષ્ફળ, પકડાયા જૈશ-એ-મોહમ્મદનાં બે આતંકી

પ્રતિકાત્મક તસવીર

દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું ષડંયત્ર નિષ્ફળ ગયુ છે. દિલ્હી પોલીસનાં સ્પેશલ સેલે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદથી સંબંધ ધરાવે છે.

    નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર નિષફળ ગયુ છે. દિલ્હી પોલીસની સ્પેશલ સેલે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવેછે. કહેવાય છે કે, આ બંને દિલ્હીમાં મોટાં ષડયંત્રને અંજામ આપવાનાં ફિરાકમાં હતાં. પોલીસ સૂત્રો મજુબ, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનું તેમનું કાવતરું હતું.

    સોર્સિસ તરફથી મળતી માહિતી પ્રમાણે, દિલ્હી પોલીસ પાસે આ બંને આતંકવાદીઓનાં ઇનપૂટ હતાં. જે બાદ બંને આતંકવાદીઓને પકડવા માટે એક ટ્રેપ લગાવવામાં આવ્યું અને સોમવારે રાત્રે 10.15 વાગ્યે જૈશ-એ-મોહમ્મદનાં બંને આતંકવાદીઓ સરાયકાલે ખાંનાં મિલિયનમ પાર્ક પાસે ઝડપી પાડવામાં આવ્યાં. દિલ્હીમાં તેઓ ધડાકા કરવાની ફિરાકમાં હતાં.તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે.



    પોલીસની માહિતી મજુબ, ધરપકડ થયેલાં આતંકવાદીઓની ઓળખ જમ્મૂ કશ્મીરનાં બારામુલ્લા જિલ્લાનાં સોપોરમાં રહેનારા અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાનાં હટ મુલ્લા ગામમાં રહેનારા અશરફ ખાતાનાનાં રૂપમાં થઇ છે. પોલીસે તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 જીવિત કારતૂસ મેળવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jaish e Mohammad, Terrorists, દિલ્હી પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन