Home /News /national-international /

દિલ્હીના ધૌલાકુંવામાં એન્કાઉન્ટર, શકમંદ ISIS આતંકવાદીની ધરપકડ

દિલ્હીના ધૌલાકુંવામાં એન્કાઉન્ટર, શકમંદ ISIS આતંકવાદીની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

Suspected ISIS Terrorist arrest: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના હાથે ઝડપાયેલો ISIS આતંકવાદી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો. આતંકીએ અનેક જગ્યાએ રેકી કરી હતી.

    નવી દિલ્હી : રાજધાની દિલ્હીના ધૌલાકુંવા વિસ્તારમાં ગત રાતે એન્કાઉન્ટરમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શકમંદ આતંકીનું નામ અબૂ યુસૂફ છે. અબૂ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગત રાત્રે ધૌલાકુંવાથી કરોલ બાગને જોડતા રિજ રોડ પાસે એન્કાઉન્ટર બાદ આ આંતકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે IED અને એક પિસ્ટલ મળી આવી છે.

    (આ પણ વાંચો : કોરોના વાયરસ : દેશમાં એક દિવસમાં સૌથી વધારે 10 લાખ ટેસ્ટ, 24 કલાકમાં 945 લોકોનાં મોત)

    પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે ધૌલાકુંવા પાસે એક આતંકવાદી દિલ્હીને હચમચાવી દેવાના ઇરાદા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ધૌલાકુંવા ખાતે સંદિગ્ધને પકડવા પહોંચી હતી. આ દરમિયાન શકમંદ આતંકીએ ફાયરિંગ કર્યું હતું. બંને તરફ થયેલા ફાયરિંગ બાદ આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્પેશિયલ સેલના ડીજીપી પ્રમોદ કુશવાહના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો છે. વ્યક્તિનું નામ અબૂ યુસૂફ છે. આતંકી પાસેથી બે IED અને એક પિસ્ટલ મળી આવી છે.

    (આ પણ વાંચો :  દેશમાં એક દિવસમાં સૌથી વધારે 10 લાખ ટેસ્ટ, 24 કલાકમાં 945 લોકોનાં મોત)

    અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે આતંકવાદી દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતો. આતંકીએ અનેક જગ્યાની રેકી કરી હતી. દિલ્હી પોલીસે આતંકીની પૂછફરછ બાદ અનેક જગ્યાએ દરોડા કરવાના શરૂ કર્યા છે.

    નીચે વીડિયોમાં જુઓ : છોટા શકીલના બીજા શાર્પ શૂટર સલમાનની શોધખોળ

    ખુરાસન મોડ્યૂલ સાથે જોડાયેલો હોવાની આશંકા

    નોંધનીય છે કે દિલ્હીમાંથી પકડવામાં આવેલો ISIS આતંકી ખુરાસન મોડ્યૂલ સાથે જોડાયેલો હોઈ શકે છે. 13 જુલાઇના રોજ NIAએ પુના ખાતેથી ISISની મહિલા આતંકી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. સાદિયાએ ખુલાસો કર્યો હતો કે ISIS ભારતમાં મોટા આતંકી હુમલાની તૈયારીમાં છે, જેમાં દિલ્હી અને મુંબઈ શહેર સામેલ છે. સાદિયા જ ભારતમાં યુવાઓને આતંકી સંગઠને સાથે જોડાવાનું કામ કરતી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: IED, New Delhi, આઇએસઆઇએસ, આતંકી, પોલીસ, વિસ્ફોટ

    આગામી સમાચાર