દિલ્હીમાંથી 10 કરોડનું ડ્રગ્સ જપ્ત, રેવ પાર્ટીમાં ઉપયોગ થાય તે પહેલા જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો

દિલ્હીમાંથી 10 કરોડનું ડ્રગ્સ જપ્ત, રેવ પાર્ટીમાં ઉપયોગ થાય તે પહેલા જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો
પ્રતીકાત્મક તસવીર

નાઇઝીરિયાના એક નાગરિક અને તેની એક મહિલા મિત્રની ધરપકડ કરવામાં આવી, 10.5 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું.

 • Share this:
  નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)માંથી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો મળી (Drugs Recovered) આવ્યો છે. દિલ્હી પોલીસ અને રેલવે પોલીસ યુનિટે (Railway Police Unit) ડ્રગ્સની ખેપનો ભાંડાફોડ કર્યો છે. પોલીસે આ કેસમાં એક નાઇઝીરિયન નાગરિક અને તેની મહિલા મિત્રની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસને 10.5 કિલોગ્રામ એન્ફીટામાઇમ ડ્રગ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગની કિંમત 10 કરોડ રૂપિયા થાય છે. આને બેંગલુરુથી લાવવામાં આવ્યું હતું અને રેવ પાર્ટીમાં તેનો ઉપયોગ થવાનો હતો. નાઇઝીરિયન નાગરિક (Nigerian citizen)ની ઓળખ ચીમા વિટાલિસ તરીકે કરવામાં આવી છે. જ્યારે મહિલાનું નામ શ્રીમતિ કહેવામાં આવી રહ્યું છે. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

  ઉલ્લેખનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સ કેસમાં વધી રહ્યા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) મોટી કાર્યવાહી કરતા દિલ્હીથી જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઇડામાંથી હેરોઇન, કોકીન અને ગાંજાની દાણચોરીનું એક આંતરરાષ્ટ્રીય મૉડ્યૂલ પકડી પાડ્યું હતું. આ મામલે દરોડો કરતા NCBએ મુખ્ય આરોપી સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી. NCBએ આરોપીઓ પાસેથી આઠ કિલોગ્રામ હેરોઇન, 455 ગ્રામ કોકીન અને 1.1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.  એનસીબીઆ કર્યો મોટો ખુલાસો

  આ મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કહ્યુ હતુ કે, ભારતમાં રહેતો એક આફ્રિકન આ ગેંગનો 'સરદાર' છે, તેની તાજેતરમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે તેના કબજામાંથી 1.75 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં તપાસમાં ખુલાસો થયો હતો કે આ સિન્ડિકેટનું મૉડ્યુલ સંપૂર્ણ રીતે ભારત પર આધારિત છે.

  આ પણ જુઓ-

  આ ઉપરાંત એનસીબીને તપાસમાં માલુમ પડ્યું હતું કે, આ ગેંગે ગત થોડા મહિનાઓમાં ભારતમાં આશરે 52 કિલોગ્રામ કંટ્રાબેન્ડની દાણચોરી કરી છે. ઉલ્લેખનીય છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પહેલી સપ્ટેમ્બર, 2020ના રોજ ઑપરેશન શરૂ કર્યું હતું. પહેલી સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાંથી 970 ગ્રામ હેરોઈનનું પાર્સલ મળ્યું હતું. જે બાદમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ માહિતી મેળવવાની શરૂઆત કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:December 09, 2020, 14:09 pm

  ટૉપ ન્યૂઝ