દિલ્હી હિંસા : AAPના કાઉન્સિલર તાહિર હુસૈન સામે હત્યાનો મામલો નોંધાયો

News18 Gujarati
Updated: February 27, 2020, 9:23 PM IST
દિલ્હી હિંસા : AAPના કાઉન્સિલર તાહિર હુસૈન સામે હત્યાનો મામલો નોંધાયો
AAPના કાઉન્સિલર તાહિર હુસૈન સામે હત્યાનો મામલો નોંધાયો

ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્ટાફ અંકિત શર્માની હત્યાનો આરોપ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર લાગી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના કાઉન્સિલર તાહિર હુસૈનની (Tahir Hussain) ખજુરી ખાસમાં આવેલી ફેક્ટરીને સીલ કરી દીધી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના સ્ટાફ અંકિત શર્મા (Ankit Sharma)ની હત્યાનો આરોપ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર લાગી રહ્યો છે. પત્થરબાજીમાં માર્યા ગયેલા અંકિત શર્માના ભાઈએ તાહિર હુસૈન અને તેના સમર્થકો પર હત્યાનો આરોપ લગાવ્યો છે. આ પછી તેની સામે દયાલપુર પોલીસ સ્ટેશનમાં કલમ 302 પ્રમાણે હત્યાનો કેસ નોધવામાં આવ્યો છે.

નહેરુ વિહારથી આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસૈનના ચાંદ બાગમાં આવેલા ઘરની અંદર અને છત પર પેટ્રોલ બોમ્બની બોટલો, એસિડ પાઉચ, પત્થરો જોવા મળ્યા હતા. તાહિર હુસૈનનું ઘર તે સમયે તપાસમાં આવ્યું જ્યારે સોમવારે અને મંગળવારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો જોવા મળ્યા હતા. જેમાં ટોળું પત્થરમારો કરતું અને પેટ્રોલ બોમ્બથી તેજાબ ફેકતું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો - દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITની રચના, AAPના કાઉન્સિલર તાહિર હુસૈનની ફેક્ટરી સીલ

દિલ્હી હિંસા (Delhi Violence)મામલાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)કહ્યું છે કે દિલ્હી સરકાર મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રુપિયા આપશે. ગંભીર રુપથી ઈજાગ્રસ્તને 2 લાખ રુપિયા આપવામાં આવશે. હિંસામાં ઈજાગ્રસ્ત થયેલાની લોકોની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

કેજરીવાલે કહ્યું હતું કે દિવ્યાંગ થયેલા લોકોને 5 લાખ રુપિયા, જેમનું ઘર સળગી ગયું છે તેમને 5 લાખ અને સગીર મૃતકના પરિવારને 5 લાખ રુપિયા સહાય આપવામાં આવશે. તેમણે રિક્શાના નુકસાન પર 25 હજાર અને હિંસામાં અનાથ થયેલા બાળકોને 3 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે.
First published: February 27, 2020, 9:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading