દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું ઇરાની કનેક્શન! રાજધાનીમાં રહેતા ઇરાનીઓની પૂછપરછ કરી રહી છે સ્પેશ્યલ સેલ

દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું ઇરાની કનેક્શન! રાજધાનીમાં રહેતા ઇરાનીઓની પૂછપરછ કરી રહી છે સ્પેશ્યલ સેલ

દૂતાવાસ બહાર જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાં પોલીસને ગુબાલી રંગનો એક દુપટ્ટો મળ્યો છે. દુપટ્ટાનું રહસ્ય શું છે તે વિશે તપાસ કરવામાં આવી રહી છે

  • Share this:
    નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ (Israeli Embassy)પાસે થયેલા ધમાકામાં (IED Blast)દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની તપાસ ચાલું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દિલ્હીમાં રહેતા કેટલાક ઇરાનીઓની પૂછપરછ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે જે વિદેશી નાગરિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં તે પણ સામેલ છે. જેમના વિઝા સમાપ્ત થઈ ગયા છે.

    દૂતાવાસ બહાર જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાં પોલીસને ગુબાલી રંગનો એક દુપટ્ટો મળ્યો છે. દુપટ્ટાનું રહસ્ય શું છે તે વિશે તપાસ કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ વાળા સ્થળે ગુલાબી દુપટ્ટો અડધો સળગેલી હાલતમાં મળી આવ્યો છે.

    આ પણ વાંચો - NSGએ શરૂ કરી ઇઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા ધમાકાની તપાસ, પોલીસના હાથ હજુ સુધી ખાલી

    પોલીસે જણાવ્યું કે ઇઝરાયેલના દૂતાવાસના નામે લખેલ એક નોટ પણ ઘટનાસ્થળે મળી છે. સૂત્રોના મતે આ નોટમાં ધમકી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેલર છે. સૂત્રોના મતે વિસ્ફોટની લિંક ઇરાન સાથે જોડાયેલ છે. ઇઝરાયેલે પહેલા તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ભારત સરકાર પણ આ મામલે ગંભીર જોવા મળી રહી છે.

    મળેલી માહિતી પ્રમાણે જૈશ ઉલ હિન્દ (Jaish ul Hind) નામના આતંકી સંગઠને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, "સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિન્દના સૈનિકો દિલ્હીના એક ખૂબ સુરક્ષિત વિસ્તારમાં ઘૂસીને IED હુમલો કરવામાં સફળ રહ્યા. ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવતા હુમલાની આ એક શરૂઆત છે. આ ભારત સરકાર દ્વારા કરવામાં કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેશે."
    Published by:Ashish Goyal
    First published: