Kisan Andolan:ભડકાઉ ટ્વિટ પછી દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર FIR દાખલ કરી

Kisan Andolan:ભડકાઉ ટ્વિટ પછી દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર FIR દાખલ કરી
Kisan Andolan:ભડકાઉ ટ્વિટ પછી દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર FIR દાખલ કરી

ગ્રેટા થનબર્ગે ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું કે અમે ભારતના ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કૃષિ કાનૂનો (Agriculture Laws)સામે ચાલી રહેલા કિસાન આંદોલનને (FIR Against Greta Thunberg)લઇને પર્યાવરણ અને જલવાયું પરિવર્તનની દિશામાં કામ કરનારી ગ્રેટા થનબર્ગના (Greta Thunberg News)ટ્વિટે તેને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર એફઆઈઆર નોંધી છે. દિલ્હી પોલીસના સાઇબર સેલે સેક્શન 153A અને 120B અંતર્ગત આ કેસ નોંધ્યો છે.

    ગ્રેટા થનબર્ગે ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેણે લખ્યું હતું કે અમે ભારતના ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. આ સાથે તેણે બીજા ટ્વિટમાં એક ડોક્યુમેન્ટ શેર કર્યું હતું. જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરી હતી અને પાંચ ચરણોમાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી છે. જોકે બાદમાં તેણે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.



    આ પણ વાંચો - IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

    જૂના ટ્વિટને હટાવ્યા પછી ગ્રેટા થનબર્ગે (Greta Thunberg on India Farmer Protest)એક અન્ય ટ્વિટ કર્યું છે અને અપડેટેડ ટૂલકિટ શેર કરી છે. નવા ટૂલકિટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને 26 જાન્યુઆરીએ ભારત સહિત વિદેશોમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનનો પ્લાન હટાવી દીધો છે. તેણે કહ્યું કે જો તમે મદદ કરવા માંગો છો આ અપડેટેડ ટૂલકિટ છે. પોતાનો જૂનો ડોક્યુમેન્ટ હટાવી દીધો કારણ કે તે જૂનો હતો.

    ખેડૂતોના મામલા પર વિદેશી સેલિબ્રેટીઓના દખલ પર વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે એક નિવેદન જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ જોઈને દુખ થયું કે કેટલાક સંગઠન અને લોકો પોતાના એજન્ડા થોપવા પર આ રીતેનું નિવેદન કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની કોમેન્ટ કરતા પહેલા તથ્યો અને પરિસ્થિતિઓની તપાસ જરૂરી છે.
    Published by:Ashish Goyal
    First published:February 04, 2021, 17:50 pm

    ટૉપ ન્યૂઝ