પોલીસની દાદાગીરીનો live video! પોલીસે યુવકને ઢોર માર માર્યો, યુવક મરી ગયો તો લાશને નહેરમાં ફેંકી

વાયરલ વીડિયો અને પોલીસ કોન્સ્ટેબલની તસવીર

delhi crime News: 13 જૂને અજિતના પરિવારજનોએ દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં યુવકની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે એસએચઓએ એ અપહરણની ફરિયાદ ના નોંધી અને તપાસમાં પણ બેદરકારી દાખવી હતી.

 • Share this:
  આનંદ તિવારી, નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીમાં (East Delhi) ન્યૂ અશોકનગર વિસ્તારમાં હત્યાના આરોપમાં (Boy murder case) એક કોન્સ્ટેબલની ધરપકડ (constable arrested) કરી હતી. ઉલ્લેખનીય છે કે એક ગુમ થયેલા યુવકની લાશ મળી હતી. આ કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલીસને એક વીડિયો (Delhi police get video) હાથ લાગ્યો હતો. જેમાં ન્યૂ અશોકનગર પોલીસ સ્ટેશનના સિપાહી મોનુ સિરોહી એક યુવકને ઢોર માર મારી રહ્યો છે. ત્યારબાદ ઘાયલ યુવકને કોન્સ્ટેબલ મોનુએ પોતાના દોસ્તોની મદદથી કારમાં નાખતો દેખાય છે. બાદમાં આ યુવકની ઓળખ અજીત તરીકે થઈ હતી. અજિત દિલ્હીના કોડલી વિસ્તારનો રહેવાશી છે.

  13 જૂને અજિતના પરિવારજનોએ દિલ્હીના ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં યુવકની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે એસએચઓએ એ અપહરણની ફરિયાદ ના નોંધી અને તપાસમાં પણ બેદરકારી દાખવી હતી. ત્યારબાદ એસએચઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે કોન્સ્ટેબલ મોનૂ સિંરોહીની ધરપકડ કરી લીધી હતી.

  મોનૂએ ખુલાસો કર્યો છે કે અજીતને પોતાના સાથીઓને ખારબ રીતે માર માર્યો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પકડાઈ જવાના ડરથી કોન્સ્ટેબલ મોનીએ લાશને પોતાની સફેદ રંગની સિફ્ટ કારમાં મુરાદનગરની ગંગનગરમાં ઠેકાણે લગાડી લીધી હતી.

  આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

  આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

  વીડિયોમાં જોઈ શકાય છે કે 4થી 5 લોકો બે યુવકોને જોરદાર માર મારી રહ્યા છે. ત્યારે એક યુવક ભાગી જાય છે. પરંતુ એક યુવક ફસાઈ જાય છે. યુવકને બેરહેમીથી માર મારવા લાગે છે. યુવકને નીચે સુવડાવીને ઢોર માર મારે છે. આ વ્યક્તિ બીજો કોઈ નહીં દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ મોનૂ સિરોહી છે.

  ઘાયલ યુવકને પોલીસ કોન્સ્ટેબલ પોતાના સાથીઓની મદદથી કારમાં નાખતો દેખાય છે. 13 જૂનનો આ વીડિયો હોવાનું નામવામાં આવી રહ્યો છે. યુવકના પરિજનોએ પુત્રના ગુમ થયાની ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસે 24 કલાક વિતવા છતાં પણ કોઈ કેસ નોંધ્યો ન હતો.
  Published by:ankit patel
  First published: